તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Six Patients Were Injured, FSL Could Not Explain Why The Fire Broke Out, Police Issued A Chargesheet: The Committee Also Submitted A Report To The Government.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદય શિવાનંદ અગ્નિકાંડ મામલો:છ દર્દી ભડથું થઈ ગયા, આગ કેમ લાગી એ FSL સ્પષ્ટ ન કરી શક્યું, પોલીસે ચાર્જશીટ કરી દીધી: કમિટીએ સરકારને રિપોર્ટ પણ આપી દીધો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉદય શિવાનંદ અગ્નિકાંડની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ઉદય શિવાનંદ અગ્નિકાંડની ફાઇલ તસવીર.
  • હજુ પણ એ જ સવાલ છ મોતના જવાબદાર કોણ

શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 26 નવેમ્બરની રાત્રીના આઇસીયુમાં લાગેલી આગમાં કોરોનાના છ દર્દી ભડથું થઇ ગયા હતા. રાજ્યભરમાં અરેરાટી જગાવનાર આ ઘટનામાં પોલીસે હોસ્પિટલના સંચાલક ડો.પ્રકાશ મોઢા સહિત પાંચ તબીબ સામે હળવી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસ આ પ્રકરણની તપાસ કરી રહી હતી ઉપરાંત રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજ ડી.એ.મહેતાને તપાસ સોંપી હતી. નિવૃત્ત જસ્ટિસ મહેતાએ ઘટનાસ્થળની જેતે સમયે મુલાકાત લીધી હતી અને તા.30 માર્ચને મંગળવારે તપાસનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કર્યો હતો, જોકે ગાંધીનગર એફએસએલની ટીમ પણ આગનું કારણ સ્પષ્ટ કરી શકી નથી, આગ કેવી રીતે લાગી હતી તે આજના દિવસે પણ નક્કી થયું નથી છતાં પોલીસે દોઢ મહિના પહેલા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધું હતું અને નિવૃત્ત જજે પણ અહેવાલ સુપરત કરી દેતા આગનું કારણ પણ ખાક થઇ ગયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

છ-છ દર્દીના ભડથું થઇ જવાની ઘટનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ધોળાને સોંપવામાં આવી હતી. પોલીસે પાંચેય આરોપી તબીબની ધરપકડ સહિતની કાર્યવાહી કરી હતી. રાજકોટ એફએસએલની ટીમ આગનું કારણ નક્કી નહીં કરી શકતા સ્થળ પરથી લેવાયેલા સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા, અને તેનો રિપોર્ટ આવ્યો તેમાં પણ આગનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નહોતું.

તાલુકા પીઆઇ ધોળાએ જણાવ્યું હતું કે, તમામ રિપોર્ટ પછી પણ આગનું કારણ સ્પષ્ટ થયું નથી અને હવે એકપણ રિપોર્ટ બાકી નથી, પોલીસે દોઢ મહિના પહેલા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધું હતું. આગ ક્યાંથી શરૂ થઇ હતી, ક્યા કારણોસર લાગી હતી, તે કારણ હવે બહાર આવવાની સંભાવના પણ પૂરી થઇ ગઇ છે. રાજ્ય જ નહીં દેશભરમાં ચકચારી બનેલી ઘટનામાં પોલીસ અને નિવૃત્ત જજના તપાસપંચ ઉપરાંત અનેક એજન્સીએ તપાસ કરી હતી આમ છતાં આગનું કારણ હવે હંમેશા માટે ધરબાઇ ગયું છે.

આવી હતી એ ગોઝારી ઘટના
આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં 11 અને હોસ્પિટલમાં કોરોનાના 27 દર્દી દાખલ હતા. તા.26 નવેમ્બરની રાત્રીના આઇસીયુ વોર્ડમાં સ્પાર્ક થયા બાદ ધડાકો થયો હતો અને ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓ જીવ બચાવીને હોસ્પિટલની અગાશી પર ચડી ગયા હતા, આઇસીયુમાં દાખલ પાંચ દર્દી તો બેડ પર જ ભડથું થઇ ગયા હતા અને એક દર્દી એટલીહદે દાઝી ગયા હતા કે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કોરોનાગ્રસ્ત થયેલા એ દર્દીઓને સારી સારવાર મળે અને પરિવારના મોભી ઝડપથી સાજા થાય તે માટે પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં મોટો ખર્ચ કરીને પણ સ્વજનને સિવિલને બદલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા, પરંતુ હોસ્પિટલ સંચાલકોની લાપરવાહીને કારણે એ છ દર્દીની જિંદગીનો અકાળે અંત આવી ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો