તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ દસ્તાવેજથી વેચી:લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છ આરોપી ઝડપાયા, 5 દિવસના રિમાન્ડ પર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોઠારિયા સરવેની સરકારી જમીન બોગસ દસ્તાવેજથી વેચી નાખી’તી

શહેરની ભાગોળે કોઠારિયા સરવેની સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચી નાખવાના કૌભાંડમાં પોલીસે છ ભૂમાફિયાઓને ઝડપી ધરપકડ કરી છે. કોઠારિયા સરવેની 6 હજાર ચો.મી. સરકારી જમીનના ભૂમાફિયાઓએ બોગસ દસ્તાવેજ બનાવી વેચી નાખી હતી. જે જમીનમાં 18 શેડ, બે ઓરડી, બે વંડા સહિતનું દબાણ ઊભું કરી દીધું હતું. જે દબાણની તંત્રને જાણ થતા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

બાદમાં જમીન કૌભાંડ પ્રકાશમાં આવતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આજી ડેમ પોલીસમથકમાં ફરિયાદ થતા એસીપી રાઠોડ, પીઆઇ ચાવડા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી દીપક બાબુ પરમાર, બિપીન દેવજી પરમાર, રાવત રામ ભેડા, હિતેશ પ્રેમસિંહ ગોહેલ, જિગ્નેશ ઉર્ફે જીગો ધીરૂ કુનડા અને ભરત જાદવ ગાજીપરા નામના ભૂમાફિયાઓને ઝડપી લીધા હતા. ધરપકડ બાદ ભૂમાફિયાઓ પાસેથી પુરાવાઓ એકત્રિત કરવા તેમજ જમીન કૌભાંડ આચરવાના ગુનામાં રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...