NSUIનું હલ્લાબોલ:રાજકોટ DEOની કચેરી ખાતે ધરણા પર બેસી ઓફલાઈન શિક્ષણ બંધ કરવા ઉગ્ર રજુઆત કરી, ટીંગાટોળી સાથે અટકાયત

રાજકોટ17 દિવસ પહેલા
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર કરી ધરણા પર બેસી ગયા હતા 
  • ધોરણ 1 થી 9 અને 11 ની શાળા બંધ કરો, નોન-વેક્સિનેટેડ બાળકો અને શિક્ષકો સંક્રમિત થઇ રહ્યા છે: NSUI

રાજકોટ સહીત ગુજરાતભરમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આજે રાજકોટ શહેર NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર કરી ધરણા પર બેસી શાળાઓમાં થતા ઓફલાઈન શિક્ષણ ધોરણ 1 થી 9 અને 11 માટે બંધ કરી ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવા રજુઆત કરવામાં આવી હતી જો કે આ સમયે મામલો ગરમાતા પોલીસ દ્વારા NSUIના આગેવાનો અને કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઇન અભ્યાસ શરૂ કરવો જોઈએ: NSUI
ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઇન અભ્યાસ શરૂ કરવો જોઈએ: NSUI

ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત
રાજકોટ સહીત રાજ્યમાં વધતા જતા કોરોના કેસ અને ખાસ કરી શાળાઓમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો કોરોના સંક્રમિત થતા આજ રોજ રાજકોટ શહેર NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે સુત્રોચાર કરી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. રાજકોટ NSUI દ્વારા આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે, હાલ ડિસેમ્બર મહિનાથી શાળાઓમાં કોરોનાની એન્ટ્રી જોવા મળી રહી છે અને ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે શાળામાં ધોરણ 1 થી 9 અને 11 માટે ઓફલાઈન અભ્યાસ બંધ કરી ઓનલાઇન અભ્યસ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર કરી ધરણા પર બેસી ગયા હતા
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર કરી ધરણા પર બેસી ગયા હતા

નોન-વેક્સિનેટેડ બાળકો સંક્રમિત થઇ રહ્યા છે
આ અંગે રાજકોટ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજકોટ સહીત રાજ્યભરમાં કોરોના કેસ દિવસે દિવસે વધી રહયા છે તેમાં પણ નોન-વેક્સિનેટેડ બાળકો અને શિક્ષકો સંક્રમિત થઇ રહ્યા છે જેને ધ્યાનમાં રાખી ધોરણ 1 થી 9 અને 11ના ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઇન અભ્યાસ શરૂ કરવો જોઈએ.

ઓફલાઇન શિક્ષણ બંધ કરો
હાલની કોરોનાની સ્થિતીને ધ્યાનમાં લઇ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવા તેમજ જો ચાલુ શાળા દરમિયાન વિદ્યાર્થીને કોરોના થાય તેનો સારવારનો ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવે તેવી માંગ સાથે રજુઆત રાજકોટ શહેર NSUI દ્વારા 20 ડિસેમ્બર 2021ના રોજ રૂબરૂમાં જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...