ફરી એક વખત મોબાઇલ ફોનની બેટરી ફાટવાની ઘટના સામે આવી છે. વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે મોબાઇલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થઇ છે. મોબાઇલમાં રમતા સમયે અચાનક બેટરી ફાટતાં સપના ઠાકોર અને વિજય ઠાકોર નામનાં સગાં ભાઇ-બેન દાઝ્યાં હતાં, આથી બંનેને તરત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં.
વિજયને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો
રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વિભાગમાં બંનેને સારવાર આપવામાં આવી છે. બેટરી ફાટતાં વિજય ઠાકોર નામનો બાળક આંખ નજીક ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે, જ્યારે બહેનને રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.
થોડા સમય પહેલાં ખિસ્સામાં ફોન ફાટતાં યુવકનું મોત થયું હતું
થોડા સમય પહેલા મોરબીમાં એક યુવક બાઇક પર જઇ રહ્યો હતો. યુવકનાં ખિસ્સામાં મોબાઇલ ફોન હતો. કોઇ પણ કારણસર આ મોબાઇલ ફોન ધડાકા સાથે ફાટ્યો અને યુવકના પગનાં ભાગે ગંભીર ઇજા થતા ચાલુ વાહન પરથી નીચે પટકાયો હતો. ચાલુ વાહને નીચે પટકાવાનાં કારણે યુવકનું મોત નીપજ્યુ હતું. આ ઘટના મોરબી-વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.