તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાભપાંચમ પછી તેલમાં 50 રૂપિયા વધ્યા હતા. સતત તેજી હોવાની સાથે ડિમાન્ડ પણ વધી રહી હતી. ત્યારે ગુરુવારે અચાનક તેમાં નરમ વલણ જોવા મળ્યું હતું. વાયદા બજાર નબળા રહેતા ડિમાન્ડ ઘટી હતી. જેને કારણે સિંગતેલમાં રૂ. 30નો ઘટાડો આવ્યો હતો. સિંગતેલના ભાવ ઘટ્યા બાદ ડબ્બો રૂ. 2310 નો થયો હતો. જ્યારે કપાસિયા તેલમાં ભાવમાં રૂ.20 નો ભાવવધારો જોવા મળ્યો હતો. ભાવ વધ્યા બાદ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.1760 થયો હતો.છેલ્લા કેટલાક સમયથી ચાઈના તરફથી સૌરાષ્ટ્રમાંથી સિંગતેલની ખરીદી વધતા સિઝનમાં ભાવ ઉછાળો આવ્યો છે. ચાઈના સૌરાષ્ટ્ર સાથે મહિને 65 હજાર ટનના વેપાર સિંગતેલમાં કરી રહ્યા હોવાનું વેપારીઓ જણાવે છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.