તહેવાર પૂર્વે જ તેલ બજારમાં તેજી:સિંગતેલ-કપાસિયામાં રૂ.25નો વધારો, પામોલીનમાં રૂ.10 વધ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાચા માલની અછત સમયે જ કપાસિયાના ભાવ વધ્યા

વરસાદ ખેંચાવાને કારણે કાચા માલની ડિમાન્ડ નીકળી છે. બજારમાં જરૂરિયાત પ્રમાણે તે મળતો નથી. સંગ્રહખોરો આ તકનો લાભ લઈ રહ્યા છે. ત્યારે હવે બજારમાં તહેવાર પૂર્વે જ ખાદ્યતેલમાં ફરી તેજી જોવા મળી છે. સોમવારે ઉઘડતી બજારે સિંગતેલમાં રૂ.25 અને ખાદ્યતેલમાં રૂ.25નો વધારો થયો છે. ભાવવધારાને કારણે સિંગતેલના ડબ્બાએ રૂ. 2400ની સપાટી કુદાવી હતી. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ.2300ને પાર થયો હતો. મુખ્યતેલની સાથે- સાથે પામોલીન તેલમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

બજારમાં કપાસની આવક ઓછી છે. તેમાં ડિમાન્ડ મુજબ કાચો માલ મળતો નથી. તેનો લાભ લેવામાં સટ્ટાખોરો તક ચૂકતા નથી. બજારમાં માલની કૃત્રિમ અછત ઊભી કરતા ડિમાન્ડ મુજબનો માલ સપ્લાય નહિ મળતા ભાવમાં વધારો થઇ રહ્યો છે. કપાસિયા તેલમાં 15 દિવસમાં બીજી વખત ભાવવધારો આવ્યો છે. જાણકારોના કહેવા મુજબ હજુ સિંગતેલ અને ખાદ્યતેલના ભાવમાં વધારો થશે.

સામાન્ય દિવસોમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે.ત્યારે હવે તહેવારમાં તેમાં ભાવવધારો થતા લોકોને પડ્યા પર પાટુ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.સૌરાષ્ટ્રમાં સૌથી મહત્ત્વનો ગણાતો જન્માષ્ટમીનો તહેવાર નજીક છે ત્યારે તેલ બજારમાં તેજી આવી છે. તબક્કાવાર ભાવ વધારો પણ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...