તેલના ભાવમાં અસર:સિંગતેલ-કપાસિયામાં રૂ. 50, સાઇડ તેલમાં રૂ. 75નાે ઘટાડો

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવ ઘટ્યા બાદ પણ સિંગતેલ રૂ.2500ની સપાટીથી ઉપર
  • કપાસિયા તેલના ભાવ રૂ.2355, પામોલીન તેલ રૂ.1975 થયા

આયાત ડ્યૂટીના દરના ભાવમાં ઘટાડો થવાને કારણે બુધવારે ઘરઆંગણે વેચાતા તેલના ભાવમાં તેની અસર જોવા મળી હતી. સિંગતેલ- કપાસિયા તેલના મળીને રૂ.50 સુધીનો ભાવ ઘટાડો થયો હતો. જ્યારે સાઈડ તેલમાં પામોલીન અને વનસ્પતિ ઘીના ભાવમાં રૂ. 75 સુધીનો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. સિંગતેલમાં રૂ. 25 ઘટ્યા હોવા છતાં ડબ્બાનો ભાવ રૂ. 2500ની સપાટીની ઉપર છે. કપાસિયા તેલના ભાવ રૂ. 2355 થયા, પામોલીન તેલ રૂ. 55 ઘટી જતા રૂ.1975 થયા છે. તહેવાર સમયે તેલના ભાવમાં ઘટાડો આવતા ગૃહિણીઓને રાહત થઈ છે.

સોમાના પ્રમુખ કિશોરભાઈ વિરડિયાના જણાવ્યાનુસાર હાલ કપાસ અને મગફળીની આવક બજારમાં શરૂ થઈ ગઈ છે. આવા સમયે આયાત ડ્યૂટીના દરમાં ઘટાડો કરવામાં આવતા તેનું નુકસાન ખેડૂતોને જવાનો અંદાજ છે. તેલના ભાવ ઘટવાથી કાચા માલની ડિમાન્ડ ઘટશે અને કાચા માલના ભાવ નીચા જશે. જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળશે નહીં. બુધવારે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1425 થી 1450 સુધી, કપાસિયા વોશનો ભાવ રૂ.1350- 1355, કંડલા પામનો ભાવ રૂ.1190-1192, કંડલા સોયારિફાઈનો ભાવ રૂ.1270-1275 સુધી બોલાયો હતો. સિંગતેલ લૂઝ અને કપાસિયા વોશમાં સામાન્ય ટેન્કરના કામકાજ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...