ભાવવધારો:7 દિવસમાં પહેલી વખત સિંગતેલનો ભાવ સ્થિર, કપાસિયામાં 25નો વધારો

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિંગતેલનો ડબ્બો રૂ. 2820, પામતેલમાં ટકેલા ભાવ રહ્યાં

રાજકોટમાં સાત દિવસમાં પહેલીવાર શનિવારે બંધ થતી બજારે સિંગતેલનો ભાવ સ્થિર થયો હતો. આમ છતાં સિંગતેલનો ડબ્બો રૂ. 2800ની સપાટી કુદાવીને રૂ. 2820નો રહ્યો હતો. જ્યારે કપાસિયા તેલમાં રૂ. 25નો ભાવવધારો થતા તેલનો ડબ્બો રૂ. 2375નો થયો હતો. સિંગતેલની સાથે સાથે પામતેલમાં પણ ટકેલા ભાવ રહ્યાં હતાં. વેપારીઓના જણાવ્યાનુસાર શનિવારે બંધ થતી બજારે કોઇ ખરીદી હતી નહિ અને રાબેતા મુજબના સોદા થતા ભાવ ટકેલા રહ્યાં હતાં. જેમાં સામાન્ય ટેન્કરના કામકાજ રહ્યાં હતાં. છેલ્લા કેટલાક વખતથી ખાદ્યતેલમાં ભાવવધારો નોંધાઈ રહ્યો છે.

યાર્ડમાં નવી જણસી આવવા લાગી, 15 ગુણી અડદની આવક થઇ
બેડી યાર્ડમાં એક મહિના પહેલા મગફળી, કપાસની આવક થઇ ગઈ છે. ત્યારબાદ હવે ધીમે ધીમે નવી જણસીની આવક વધવા લાગી છે. શનિવારે યાર્ડમાં નવા અડદની 15 ગુણીની આવક થઈ હતી. જેનો ભાવ રૂ.1401 બોલાયો હતો. આ અંગે યાર્ડના વેપારીઓના જણાવ્યાનુસાર આગોતરું વાવેતર થયું હોય તેની આવક અત્યારે આવવા લાગી છે. જ્યારે સિઝનની આવક નોરતા પછી શરૂ થશે. અત્યારે સૌથી ઓછી આવક રજકાનું બી અને વાલ પાપડીની 10 ક્વિન્ટલ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...