તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Singer From Mumbai Writes For Divya Bhaskar: Only 28% Of Passengers Were On The Flight, So The Air Hostess Showed The Solution

કોરોનાવાઈરસ:મુંબઈના સિંગરે દિવ્ય ભાસ્કર માટે લખ્યું: ફ્લાઈટમાં માત્ર 28 % જ યાત્રિકો હતા એટલે છૂટથી બેઠા, એર હોસ્ટેસે ઉપાય બતાવ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દરેક યાત્રિકે માસ્ક ઉપરાંત ફેસ શિલ્ડ પહેર્યા હતા, એર હોસ્ટેસે પીપીઈ કિટ પહેરી હતી

ફ્લાઈટમાંથી મુંબઈના સિંગર જયેશ ભટ્ટ
વહેલી સવારે 5.00 વાગ્યે સૂમસામ રસ્તાઓ અને નીરવ શાંતિ હતી. એરપોર્ટ પર બે કલાક વહેલા પહોંચવાનો નિયમ હતો એટલે હું 5.15 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયો હતો. એરપોર્ટના સ્ટાફે મને પહેલા જ સમજાવી દીધું કે મારે શું શું પ્રક્રિયા કરવાની રહેશે. સૌથી પહેલા મારા શૂઝ અને સામાન સેનિટાઈઝ કરાયો. ત્યાંથી આગળ ગયો એક કાઉન્ટર પર મારી અને સ્ટાફ વચ્ચે કાચ હતો. કાઉન્ટર પર કેમેરામાં બોર્ડિંગ પાસ અને આઈકાર્ડ સ્કેન કરાયું. ડોક્ટરે થર્મલ ગનથી મારું ટેમ્પરેચર માપ્યું, તાપમાન નિયંત્રિત હોવાથી મને આગળ જવા દેવાયો. ત્યાં આરોગ્ય સેતુ એપનું ચેકિંગ કર્યું તેમાં પણ સુરક્ષિત દર્શાવતા એરપોર્ટમાં અંદર જવા પરમિશન આપી. ત્યારબાદ સીઆઈએસએફના જવાનોએ સિક્યુરિટી તપાસ કરી, સામાન તપાસ્યો.

એરલાઇન્સ તરફથી પણ ફેસ શિલ્ડ અપાયા હતા એટલે બંને પહેર્યા
એરપોર્ટના વેઈટિંગ એરિયામાં પહોંચ્યો ત્યાં બહુ ઓછા યાત્રિકો હતા. બેઠક વ્યવસ્થામાં ત્રણ વ્યક્તિની ખુરશી પર બે જ વ્યક્તિ બેસી શકે તેવી રીતે માર્કિંગ કરેલું હતું. મુંબઈ જવામાં યાત્રિકોની સંખ્યા ઓછી હતી એટલે ભીડ ન હતી. એરપોર્ટમાં પ્રવેશથી લઈને ફ્લાઈટ સુધી પહોંચતા મને પોણો કલાક જેટલો સમય લાગ્યો. પાંચથી સાત વ્યક્તિને ફ્લાઈટમાં જવાની પરવાનગી આપવામાં આવતી હતી. ફ્લાઈટ તેના નિર્ધારિત સમયથી વહેલી આવી ગઈ હતી. આખરે હું ફ્લાઈટમાં પહોચ્યો. અંદાજિત 122 સીટની બેઠક વ્યવસ્થા ફ્લાઈટમાં હતી અને પેસેન્જર હતા માત્ર 35! ઓછા યાત્રિકો હોવાથી બધા છૂટથી ત્રણની સીટમાં માત્ર એક જ વ્યક્તિ બેઠી હતી. દરેક વ્યક્તિ પોતે માસ્ક પહેરી આવી હતી ઉપરાંત એરલાઇન્સ તરફથી પણ ફેસ શિલ્ડ અપાયા હતા એટલે બંને પહેર્યા હતા.

આખરે હું અઢી મહિના બાદ ઘેર પહોંચ્યો એટલે શાંતિ થઇ
સવારે 8.30 કલાકે અમારી ફ્લાઈટ મુંબઈ જવા ટેકઓફ થઇ. ફ્લાઈટમાં રહેલી એર હોસ્ટેસ અને પાઈલટે બધાએ પીપીઈ કિટ પહેરેલી હતી. ફ્લાઈટમાં માત્ર 28% જ યાત્રિકો હતા. ટેકઓફ થવા સમયે પણ એર હોસ્ટેસ અમને ઉડાન સમયે ધ્યાનમાં રાખવાની બાબતો પહેલા કોરોનાથી બચવાના ઉપાયો જણાવી રહી હતી. ત્યારબાદ સીટબેલ્ટ બાંધવા સહિતની સૂચનાઓ આપી. ટેકઓફ થયા બાદ કોઈ યાત્રિક મોબાઈલમાં ગીતો સાંભળી રહ્યું હતું તો કોઈ મેગેઝિન વાંચી રહ્યું હતું. કોઈ યાત્રિક સૂઈ જવાનું વિચારે તે પહેલા તો અમે 45 મિનિટમાં મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઇ ચૂક્યા હતા. ફ્લાઈટમાં કોરોના જાગૃતિની સૂચનાઓ સાંભળતા ક્યારે મુંબઈ પહોંચી ગયા ખબર જ ન પડી. મુંબઈ એરપોર્ટ પર પણ અમારી તબીબી તપાસ કરી, સામાન પણ સેનિટાઈઝ કર્યો. અને આખરે હું અઢી મહિના બાદ ઘેર પહોંચ્યો એટલે શાંતિ થઇ.

અન્ય સમાચારો પણ છે...