તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો બોલો!:રાજકોટની મધ્યસ્થ જેલમાંથી સીમકાર્ડ મળ્યું, કેદી અને વોચમેન સામે ફરિયાદ, અગાઉ પણ સીમકાર્ડ મળી આવ્યા હતા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • જેલ સહાયકે આ કાંડ જોઈ જતા ઘટના સામે આવી

રાજકોટ મધ્યસ્થ જેલ ફરી વિવાદમાં આવી છે. અગાઉ જેલમાં દડાના ઘા કરવામાં આવતા અને તેમાં મોબાઈલ કે સીમકાર્ડ મળી આવતા હતા. તેમજ અગાઉ સીમકાર્ડ અને મોબાઈલ મળવા મામલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન મુજબ સીટની રચના કરવામાં આવી હતી અને આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી રાજકોટ જેલમાં ગઈકાલે મધરાત્રે એક સીમકાર્ડ સાથે પાકા કામના કેદી અને વોચમેન સામે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

જેલ સહાયક આ કાંડ જોઈ જતા ઘટના સામે આવી
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ મધ્યસ્થ જેલના એમ.એમ.ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું તા.05/05ના રોજ મારી ફરજ ડ્યૂટી જેલર તરીકેની હતી. તે સમય દરમિયાન સાંજના સમયે સર્કલ-11ના યાર્ડ-10ની ખોલી નં-11માં રાખવામાં આવેલા પાકા કામના કેદી અકીલ વલી સૈયદને વોચમેન ભાવેશ વશરામભાઇએ માટલાના ઢાંકણ ઉપર સીમકાર્ડ મુકતા તેમજ કેદી અકીલ વલીએ તે સિમકાર્ડ લઇ લેતા ફરજ પરના જેલ સહાયક જયદેવભાઇ એન.મકવાણા જોઇ જતા સીમ કાર્ડ લઇને તેઓએ ફરજ પરના અમલદારને જાણ કરી હતી.

આ ઘટનામાં ઊંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી
તેઓએ કેદી અકિલ અને વોચમેન ભાવેશને પકડી પાડ્યા હતા. એરટેલ કંપનીનું સીમકાર્ડ નંગ1 બાબતે અમોને રિપોર્ટ આપતા આ મળી આવેલ એરટેલ કંપનીનું સીમકાર્ડ નંગ1 જેલ પ્રતિબંધિત હોય જેથી પાકા કામના કેદી અકિલ વિરુદ્ધ પ્રિઝન એક્ટની કલમ 42-43-45ની પેટા કલમ-12 મુજબ કાયદેસરનો ગુનો નોંધી પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ જેલ પ્રતિબંધિત વસ્તુઓને એફ.એસ.એલ. ખાતે સાયબર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ચકાસણી કરવા મોકલી આવે તો ઘણી બાબતનો ખુલાસો થઇ શકે તેમ છે. મળી આવેલું સીમકાર્ડ કંઇ વ્યક્તિના નામનું છે. તેમજ આ સીમકાર્ડ દ્વારા કોઇ ગુનાહિત પ્રવૃતિ કે કોઈને કોલ કરવામાં આવ્યો છે કે કેમ? તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી છે.