રાજકોટના સમાચાર:મતદાનના દિવસે સાઈન લેંગ્વેજના તજજ્ઞો તૈનાત, શ્રવણ-વાણીની ક્ષતિ ધરાવતા મતદારોની સમસ્યાનું નિરાકરણ કરશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે તા.01 ડિસેમ્બર, 2022ના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજનાર છે. જેમાં દિવ્યાંગ મતદારો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શ્રવણ - વાણીની ક્ષતિ ધરાવતા મતદારોને મતદાનના દિવસે યોગ્ય સૂચના આપી શકાય અને તેમને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે સાઈન લેંગ્વેજના જાણકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. જેઓ વિડીયો કોલનાં માધ્યમથી દિવ્યાંગ મતદારોને માર્ગદર્શન આપશે.

જિલ્લામાં કુલ 23,07,237 મતદારો
રાજકોટ જિલ્લામાં 17 નવેમ્બરની સ્થિતિએ કુલ 23,07,237 મતદારો છે. જેમાં 11,10,306, મહિલા તેમજ 34 થર્ડ જેન્ડર મતદારો છે.જિલ્લા ચૂંટણી તંત્રની યાદી મુજબ, 68-રાજકોટ પૂર્વમાં 1,56,519 પુરુષ મતદારો, 1,41,064 મહિલા મતદારો, 2 થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ 2,97,585 મતદારો છે

મતદાન કરવા માટે સહાયરૂપ બનશે
વિરાણી બહેરા મુંગા શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઈ રાઠોડ ફરિયાદ નિવારણ, પીડબ્લ્યુના નોડલ ઓફિસર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન અનુસાર રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગો માટે મતદાનના દિવસે સવારના 07:30૦ કલાકથી સાંજના 06:00 કલાક સુધી જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમમાં ફરજ બજાવશે અને શ્રવણ-વાણીની ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનોને ચૂંટણીમાં મતદાન કરવા માટે સહાયરૂપ બનશે.

મનપાને રજૂઆત, અશ્લીલતા પ્રગટ કરનાર એજન્સી સામે પોલીસ ફરિયાદ કરો
રાજકોટમાં મહિલાઓની ગરીમાને ઠેસ પહોંચે તેવા હોર્ડિંગ્સ બોર્ડ રાજકોટ શહેરમાં કિશાનપરા ચોક ખાતે ખાનગી એજન્સી દ્વારા ખાનગી માલિકીની સાઈટ ઉપર લગાડવામાં આવ્યા છે. જે હોર્ડિંગ બોર્ડ જાગેરમાં લગાડવાથી સુરુચિભંગ થતો હોય અને અશ્લીલતા પ્રગટ કરતા આ હોર્ડિંગ્સ બોર્ડ લગાડનાર અને છાપનાર એજન્સી સામે પોલીસ ફરિયાદ કરી કડકમાં કડક પગલા મનપા દ્વારા લેવામાં આવે તે અંગે કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર ભાનુબેન સોરાણી દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...