તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:શો-રૂમનો સ્ટોર મેનેજર રૂ.23 લાખની ચોરી કરી ફરાર થયો, ઓડિટ દરમિયાન છેતરપિંડી કર્યાનું ખુલ્યું

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 11 લાખની ઉચાપતમાં 8.65 લાખ ભર્યા’તા

શહેરમાં વધુ એક છેતરપિંડીના કિસ્સામાં શો-રૂમનો કર્મચારી જ લાખો રૂપિયા ચાઉ કરી ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. મુંબઇ રહેતા અને દશે એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં એરિયા સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા વિલાસ ઓમપ્રકાશ મિશ્રાએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની કંપની દ્વારા રાજકોટના યાજ્ઞિક રોડ પર ઓર્બિટ એન્ક્લેવ નામના કોમ્પ્લેક્સમાં બ્લેક બેરિઝના નામથી બ્રાન્ડેડ કપડાં અને બેલ્ટનો રિટેલ શો-રૂમ ચલાવીએ છીએ. જે શો-રૂમમાં ભોમેશ્વર પ્લોટ, જાગૃતિ સોસાયટી-8માં રહેતા મોહસીન સુલેમાન નોતિયાર છેલ્લા પાંચ વર્ષથી સ્ટોર મેનેજર તરીકે નોકરી કરે છે.

મોહસીને શો-રૂમમાં આવતા માલની તેમજ વેચાણની તમામ એન્ટ્રીઓ કમ્પ્યૂટરમાં કરવાની હોય છે. દર વર્ષે શો-રૂમનું ઓડિટ કરવામાં આવતું હોય ગત 2019ના નવેમ્બર મહિનામાં ઓડિટ કરવામાં આવ્યું હતું. ઓડિટ દરમિયાન મોહસીને માલ સગેવગે કરી કુલ રૂ.11.81 લાખની કંપની સાથે છેતરપિંડી કરી હતી. છેતરપિંડી કર્યાની મોહસીને કબૂલાત આપી રકમ ભરપાઇ કરવાની બાંહેધરી આપી નોટરીનું લખાણ પણ કરાવી આપ્યું હતું. બાદમાં મોહસીને 11.81 લાખ પૈકી 8.65 લાખની રકમ ભરપાઇ કરી આપતા તેની નોકરી ચાલુ રાખી હતી.

દરમિયાન કોરોનાની મહામારીને કારણે ગત વર્ષનું ઓડિટ કરવામાં આવ્યું ન હતું. ત્યારે ઘણા વેપારીઓના કંપનીને મેલ આવ્યા કે મોહસીને અમારી પાસેથી પૈસા ઉઘરાવ્યા બાદ કપડાં મોકલ્યા નથી. કંપનીને વેપારીઓની ફરિયાદો મળતા ગત ઓક્ટોબર મહિનામાં મોહસીનની હાજરીમાં ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.23,09,585 લાખની કિંમતના 847 કપડાંનો સ્ટોક ઓછો જોવા મળ્યો હતો. કંપની કોઇ કાર્યવાહી કરે તે પહેલા જ મોહસીન ફરાર થઇ ગયો હતો. તેનો સંપર્ક કરવા છતાં તેમજ તેના રહેણાક પર તપાસ કરવા છતાં તેની કોઇ ભાળ મળી ન હતી. અંતે કંપની સાથે સ્ટોર મેનેજર મોહસીને બીજી વખત છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ કરી છે અને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો