રાજકોટમાં વ્યવસ્થાના અભાવે શ્વાસ રૂંધાયા:ક્યાંક 108માં ઓક્સિજન ખૂટી જતા પતિ સામે પત્નીએ પ્રાણ ત્યાગ્યા, તો ક્યાંક રીક્ષાચાલકની પત્નીને બેડ ન મળતા રીક્ષામાં જ મોત

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
108માં ઓક્સિજન ખૂટી જતા પતિ સામે પત્નીનું મોત - Divya Bhaskar
108માં ઓક્સિજન ખૂટી જતા પતિ સામે પત્નીનું મોત

રાજકોટ સ્થાયી હિન્દી ભાષી યુગલને 108માં સારવાર હેઠળ રહેલી પત્નીને સાથ આપવા પતિ સતત પત્નિને ઓક્સિજન મળે તેમાટે ઘરગથ્થું બનાવેલી પોટલી સુંઘાડી બચાવવા પ્રયાસ કરે છે બીજી તરફ 108માં ફરજ બજાવતી નર્સ ઓક્સિજન માસ્ક સહિત અનેક વસ્તુઓ મગાવવા માટે પ્રેસર કરી રહી છે. આ દરમીયાન જ સારવારના અભાવે અને દાખલ થયા પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું છે.

રીક્ષાચાલકની પત્નીને બેડ ન મળતા અંતે રીક્ષામાં જ અંતિમ શ્વાસ લીધા
રીક્ષાચાલકની પત્નીને બેડ ન મળતા અંતે રીક્ષામાં જ અંતિમ શ્વાસ લીધા

ઓક્સિજન ન મળ્યું, સતત પાણી પીવડાવ્યું, અંતે મોત
સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 12 કલાકથી ઊભા રહેવા છતાં ઓક્સિજન ન મળતા રિક્ષાચાલકે તેની પત્નીને બચાવવા માટે સતત પાણી પીવડાવી જીવિત રાખી રહ્યા છે. તેઓએ કરગરતા કહ્યું હતું કે, શું થશે એ ખ્યાલ નથી, માત્ર એક બેડ અને ઓક્સિજન મળી રહે તો મારી પત્ની બચી શકશે. તબિયત બગડતા હોસ્પિટલ તંત્રને રજૂઆત કરી પરંતુ યોગ્ય સમયે સારવાર ન મળતા તેમનું મોત નીપજ્યું હતું.

બે જીવ બચાવવા ફ્લોમીટરની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવો પડ્યો
બે જીવ બચાવવા ફ્લોમીટરની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવો પડ્યો

ફ્લો મીટરની બોટલના સ્થાને પાણીની બોટલનો ઉપયોગ
રાજકોટના એક પરિવારે તેમના 71 અને 68 વર્ષના વૃદ્ધ અને વૃદ્ધાને ઓક્સિજન એક સાથે મળી રહે તે માટે તેઓએ એક બાટલામાંથી બે લાઈન કરી. જેમાં ઓક્સિજનના બાટલામાંથી મુખ્ય લાઈન પાણીની બોટલમાં આપી જેમાં પાણી પણ ભરેલું હતું. તેમાંથી બે લાઈન નવી ઊભી કરી બંને કોવિડ દર્દીઓને આપી, જેથી બંનેને એક સાથે ઓક્સિજન મળી રહે.

અન્ય સમાચારો પણ છે...