તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં વેક્સિનનું સરવૈયું:વેક્સિનની અછત વચ્ચે પોણા 10 લાખને રસી આપવાનો લક્ષ્યાંક, 70%ને અપાઇ ગઇ, 20 હજારના ટાર્ગેટ સામે રોજ 5થી 6 હજારનું જ વેક્સિનેશન

રાજકોટ3 મહિનો પહેલા
વેક્સિનેશન સેન્ટરો ખાતે લોકોની પડાપડી.
  • એક મહિનામાં રાજકોટને વેક્સિન અપાય જશેઃ નાયબ આરોગ્ય અધિકારી

રાજકોટ મહાનગરમાં પાત્રતા ધરાવતા લોકોની રસીકરણની કામગીરી 70 ટકા જેવી થઇ છે. બીજી તરફ કોવિશિલ્ડ વેક્સિનની અછતથી ચિંતા ઉભી થઇ છે. મહાપાલિકાના સત્તાધિશો પણ ઉપરથી થતી ફાળવણી આધારીત વ્યવસ્થા ગોઠવતા હોય લાચાર સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે 6.82 લાખથી વધુ નાગરિકોને કોવિશિલ્ડ રસી આપવામાં આવી છે. તો 45 વર્ષ ઉપરના લોકોમાં રસી લેનારા પૈકી 1.61 લાખ નાગરિક રસી લેવામાંથી બાકી છે. નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે Divya Bhaskarને જણાવ્યું હતું કે, 70% વેક્સિનેશનનું કામ પૂર્ણ થઇ ગયું છે. રોજના સાતથી દસ હજાર લોકો આવશે તો એક મહિનામાં આખા રાજકોટને રસી અપાય જશે. કુલ પોણા દસ લાખ લોકોને વેક્સિન આપવાની છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં રોજ 20 હજારને વેક્સિન આપવાના ટાર્ગેટ સામે માત્ર 5થી 6 હજારને જ વેક્સિન મળી રહી છે.

કુલ રસીકરણનો આંકડો 7 લાખને પાર થયો
અમુક લોકોએ છેલ્લા દિવસોમાં જ રસી લીધી હોય તો પણ સરવાળા-બાદબાકીના અંતે દોઢ લાખ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો સમય થઇ ગયાનું સુત્રોએ જણાવ્યું છે. રસીકરણ કેન્દ્ર પર એકંદરે નજર કરીએ તો રાજકોટમાં આજ સુધીમાં 6,82,105 નાગરિકોને કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. તા.1 મેથી 18થી 44 વર્ષના વયજુથ માટે શરૂ થયેલા રસીકરણમાં સ્ટોકની ખેંચાખેંચી વચ્ચે 35 હજાર જેટલા લોકોને કોવેક્સિન આપવામાં આવી હતી. એટલે કે કુલ રસીકરણનો આંકડો 7 લાખને પાર થયો છે.

માગ કરતા પુરવઠો પ્રમાણમાં ઓછોઃ મેયર
આ અંગે મોયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, હાલ માંગ કરતા પુરવઠો પ્રમાણમાં ઓછો છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ પાસે જરૂરિયાત મુજબ વેક્સિનની માગણી કરવામાં આવી છે. વહેલી તકે વેક્સિનનો જરૂરિયાત મુજબનો જથ્થો મળવા પાત્ર થશે. અત્યાર સુધીમાં 8.50 લાખ કરતા વધુ વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે. આજે 30 સેન્ટર પર 200-200 લોકોને વેક્સિન આપી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકો પોતાની ધીરજ ન ગુમાવે. તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. વેપારીઓને વેક્સિન નહિં મળી હોય તેમને પણ વેક્સિન આપવામાં આવશે. વેપારીઓની વેક્સિનની મુદ્દત લંબાવવામાં આવી શકે છે.

લોકો જાગૃત બન્યા પણ વેક્સિનનો સ્ટોક જ ખૂટી પડ્યો.
લોકો જાગૃત બન્યા પણ વેક્સિનનો સ્ટોક જ ખૂટી પડ્યો.

કોવિશિલ્ડનો જથ્થો પુરો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં
કોવેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ બાદ લેવાનો હોય, 35 હજાર પૈકી આવા 27539 લોકોને બીજો ડોઝ પણ અપાય ગયો છે. પરંતુ મોટાભાગના લોકોએ જે રસી લીધી છે તે કોવિશિલ્ડનો સ્ટોક ખત્મ થઇ ગયો છે. જેનાથી પુરૂ તંત્ર ચિંતામાં છે. રાજકોટમાં 45 વર્ષ ઉપરના 308026 નાગરિકોએ પ્રથમ અને 146245 નાગરિકોએ કોવિશિલ્ડનો બીજો ડોઝ લીધો છે.

બીજો ડોઝ પૂર્ણ કરનાર લોકોની સંખ્યા
કોવિશિલ્ડ વેક્સિનમાં કુલ રસીકરણ (ડોઝ) 454271 થયું છે. તેમાં હેલ્થ વર્કરમાં 17467એ પ્રથમ, 13241એ બીજો, ફ્રન્ટલાઇનમાં 29711એ પ્રથમ અને 15843એ બીજો ડોઝ લીધો છે. 60 વર્ષ ઉપરના લાભાર્થીની સંખ્યા 1.15 લાખ છે. તેમાંથી 61140એ બીજો ડોઝ લીધો છે. તો 1.45 લાખ કોમોર્બિડ લોકોએ રસી લીધી હતી. તે પૈકી 55321એ બીજો ડોઝ લીધો છે.

રસીકરણ કેન્દ્રો પર લોકોની લાઈન લાગે છે.
રસીકરણ કેન્દ્રો પર લોકોની લાઈન લાગે છે.

બંને વયજૂથના 5 લાખથી વધુ લોકોનો બીજો ડોઝ બાકી
તા.1મેથી શરૂ થયેલા યુવા વર્ગના રસીકરણમાં 18થી 44 વર્ષના વયજૂથમાં 374079 લોકોએ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો છે. તેમના 84 દિવસ જુલાઇમાં પુરા થવાના છે. આથી હજુ તેમનો ડોઝ ડ્યૂ થયો નથી. પરંતુ એકંદરે 1.61 લાખ નાગરિકનો 84 દિવસનો સમય પુરો થયો હોય અથવા પુરો થવા આવ્યો હોય તેઓ પણ બીજા ડોઝ માટે દોડાદોડી કરે છે. ખાસ તો સરકાર કે મહાપાલિકા વેપારી વર્ગની તા.30ની ડેડલાઇન માટે કોઇ સ્પષ્ટતા કરતી ન હોય તે કારણે ફફડાટ પણ પ્રસરી રહ્યો છે. બંને વયજૂથનો સરવાળો કરવામાં આવે તો બીજા ડોઝમાં બાકી લાભાર્થીનો આંકડો પાંચ લાખ ઉપર જઇ રહ્યો છે.

100 ટકા વેક્સિનેશનના ટાર્ગેટ સુધી પહોંચવા પડકાર
રાજકોટ શહેરમાં 100% વેક્સિનેશન સાથે ગુજરાતમાં પ્રથમ નંબર પર પહોંચવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ અપેક્ષા સાથે સપનાઓ જોઇ તો રહ્યા છે. પરંતુ વેક્સિન વગર પ્રથમ કેવી રીતે પહોંચી શકાય તે પ્રશ્ન તેમના મનમાં કેમ નથી ઉદભવી રહ્યો તે પણ એક સવાલ છે.

200ની સામે 70 ટોકન આપી ટોકન પુરા થઈ ગયાનું બોર્ડ લગાવી દેવામાં આવે છે.
200ની સામે 70 ટોકન આપી ટોકન પુરા થઈ ગયાનું બોર્ડ લગાવી દેવામાં આવે છે.

કોવિશિલ્ડ માટે 30 સેશન સાઇટ પર આજે વેક્સિનેશન પ્રક્રિયા
1. શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
2. નંદનવન આરોગ્ય કેન્દ્ર
3. નાનામવા આરોગ્ય કેન્દ્ર
4. મવડી આરોગ્ય કેન્દ્ર
5. આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
6. નારાયણનગર આરોગ્ય કેન્દ્ર
7. વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર
8. ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
9. હુડકો આરોગ્ય કેન્દ્ર
10. અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
11. સદર આરોગ્ય કેન્દ્ર
12. રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
13. જંક્શન આરોગ્ય કેન્દ્ર
14. મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર
15. ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર
16. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન
17. કબીરવન આરોગ્ય કેન્દ્ર
18. પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
19. ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
20. રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર
21. કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
22. માધાપર આરોગ્ય કેન્દ્ર
23. રેલ્વે હોસ્પિટલ
24. પદ્મકુંવરબા હોસ્પિટલ
25. પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ
26. કામદાર રાજ્ય વિમા યોજના હોસ્પિટલ
27. સિટી સિવિક સેન્ટર–અમીન માર્ગ
28. શિવ શક્તિ સ્કૂલ
29. ચાણક્ય સ્કૂલ
30. શાળા નં. 84– મવડી

કોવેક્સિન માટે 2 સેશન સાઇટ
1. શાળા નં. 47 લક્ષ્મીનગર
2. શાળા નં. 49 બી, બાબરીયા કોલોની