તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Shortage Of Fabiflu Medicine Given To Kovid Patients In Rajkot After Ramdasivir Injection And Oxygen, Not Available In Medical Store For Two Days

નવી મુસીબત:રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન બાદ રાજકોટમાં કોવિડ દર્દીઓને અપાતી ફેબીફ્લૂ દવાની અછત, બે દિવસથી મેડિકલ સ્ટોરમાં મળતી નથી

રાજકોટ5 મહિનો પહેલા
  • 17 ટેબ્લેટનો ભાવ આશરે રૂપિયા 1250 છે

રાજકોટમાં કોરોનાના દર્દીઓની મુશ્કેલીઓ ઘટવાને બદલે દિવસ ને દિવસે વધી રહી છે. કોરોના સામે કારગત રેમડેસિવિર ઈન્જેકશન, ઓક્સિજનની અછત બાદ હવે કોરોનાના દર્દીઓ માટે તબીબો દ્વારા આપવામાં આવતી એન્ટી-વાઇરલ ડ્રગ્ઝ ફેબીફ્લૂની પણ અછત સર્જાઈ છે. રાજકોટમાં દર્દીઓનાં પરિવારજનો આ દવા લેવા છેલ્લા બે દિવસથી દોડધામ કરી રહ્યાં છે, પરંતુ આ દવા મળવી મુશ્કેલ બની છે.

17 ટેબ્લેટનો ભાવ આશરે રૂપિયા 1250
ડ્રગ્ઝ વિભાગ કોરોનાના દર્દીઓ માટે આ દવા પણ દર્દીઓને આસાનીથી મળે એવી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયું છે. કોરોનાના દર્દીઓને ઈન્જેકશન લેવા ન પડે અને તબિયતમાં ઝડપથી સુધારો થાય એ માટે મોટા ભાગના તબીબો ફેબીફ્લૂ નામની ટેબ્લેટ લખી આપે છે. આ દવા રાજકોટમાં એકાદ સપ્તાહ પહેલાં આસાનીથી દરેક મેડિકલ સ્ટોર પર મળતી હતી, પરંતુ છેલ્લા બે દિવસથી મોટા ભાગના મેડિકલ સ્ટોરમાં દર્દીઓનાં પરિવારજનો ધક્કા ખાઈ રહ્યાં છે. ફેબીફ્લૂ 17 ટેબ્લેટનો ભાવ આશરે રૂપિયા 1250 છે. જો સમયસર આ દવા બજારમાં નહિ ઉપલબ્ધ થાય તો આ દવાનાં પણ કાળાં બજાર થાય એવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં રોજ ઓક્સિજનનો 135 ટન જથ્થો પાંચ દિવસથી સતત મળે છે
રાજકોટ શહેર અને જિલ્લામાં દરરોજ ઓક્સિજનનો 135 ટન જથ્થો છેલ્લા પાંચ દિવસથી સતત મળતો રહ્યો છે. ગઇકાલે શાપર-વેરાવળ સ્થિત જયદીપ ગેસ એજન્સીમાં મોડી રાત સુધી હોમ આઇસોલેટ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓનાં સગાં-વહાલાંને 1100 જેટલા ગેસના બાટલાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે લાઇન રાત્રે 8 વાગ્યે પૂરી થઇ ગઇ હતી. એક વાત એવી પણ બહાર આવે છે કે ખાનગી હોસ્પિટલના સંચાલકો ઓકિસજનનો જથ્થો વધુ પ્રમાણમાં મેળવી લઇ જથ્થો અપૂરતો છે તેવી ખોટી કાગારોળ મચાવે છે. આ સામે પણ હવે વહીવટી તંત્ર આક્રમક કાર્યવાહી કરશે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...