રિયાલિટી ચેક:રાજકોમાં જંકશન-યાજ્ઞિક રોડ પર દુકાનો ખુલ્લી, સામા કાંઠે અમુક દુકાનો બંધ, ગુંદાવાડીમાં કોંગ્રેસ બંધ કરાવવા નીકળી, મવડી ચોકડી પર કોંગ્રેસનો રસ્તા પર બેસી વિરોધ

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટમાં મવડી વિસ્તારમા રસ્તા પર બેસી વિરોધ, શહેરમાં કોંગ્રેસ બંધ કરાવવા માટે નીકળી - Divya Bhaskar
રાજકોટમાં મવડી વિસ્તારમા રસ્તા પર બેસી વિરોધ, શહેરમાં કોંગ્રેસ બંધ કરાવવા માટે નીકળી
  • શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, કોંગી કાર્યકરોની અટકાયત
  • કોંગ્રેસને બંધમાં રસ, ભાજપને પોલીસ દ્વારા ખુલ્લું રાખવામાં રસ, પણ સામાન્ય પ્રજાને કોઈ રસ નથી

આજ રોજ કિસાન બિલના વિરોધમાં ભારત બંધનું એલાન છે. ત્યારે રાજકોટ શહેરની ગુંદાવાડી બજારમાં બંધનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને બંધનું સમર્થન આપવાની અપીલ કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા બંધ નહીં પાડવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તો સાથે જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા તમામ સભ્યો દ્વારા પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખવામાં આવશે તેવી વાત પણ કરવામાં આવી હતી. જોકે આજ રોજ રાજકોટ શહેરની ગુંદાવાડી બજારમાં 70% દુકાનો બંધ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જોકે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજકોટમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો
રાજકોટમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળી છે. શહેરમાં જંક્શન રોડ અને યાજ્ઞિક રોડ પર વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી છે. બીજી તરફ સામા કાંઠે કેટલાક વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. જેથી બંને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ગુંદાવાડી વિસ્તારમાં કોંગ્રેસ બંધ કરાવવા નીકળી હતી પરંતુ પ્રજાને બંધના એલાનને લઈને કોઈ રસ ન હોય તેવું જોવા મળ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ મવડી ચોકડી પર કાર્યકરોએ રસ્તા પર બેસી વિરોધ કર્યો હતો.

ગુંદાવાડીમાં 70 ટકા જેટલી દુકાનો બંધ
ગુંદાવાડી વિસ્તારમાં 70 ટકા જેટલી દુકાનો બંધ છે. વેપારીઓ ખુલ્લીને સમર્થન આપવા માટે બહાર આવ્યા નથી. પરંતુ દુકાનો બંધ રાખી છે. તો બીજી તરફ મીડિયા સાથે વાત કરવામાં પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓ કચવાટ અનુભવી રહ્યા છે .ગુંદાવાડી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજકોટ બહુમાળી ભવન પાસે NCPના 6 કાર્યકરોની અટકાયત
ભારત બંધના એલાનને સમર્થન આપવા આવેલા NCPના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. NCP રાજકોટમાં બજારો બંધ કરાવવા નીકળે તે પહેલા જ પોલીસે કાર્યકોરની અટકાયત કરી હતી. NCP અધ્યક્ષ શરદ પવારે કૃષિ બીલ અંગે રાષ્ટ્રપતિને મળવાની તૈયારીઓ દર્શાવી છે.

કોંગ્રેસે રસ્તા પર સુઈ જઈ વિરોધ કર્યો
કોંગ્રેસે રસ્તા પર સુઈ જઈ વિરોધ કર્યો

મવડી ચોકડી પર કોંગ્રેસ ટ્રાફિક રોકી વિરોધ કર્યો
વહેલી સવારે કોંગ્રેસના કાર્યકરો મવડી ચોકડી પર એકઠા થયા હતા. કોંગી કાર્યકરોએ ટ્રાફિક રોકી રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો. જેથી પોલીસે કોંગ્રેસના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

આ પણ વાંચો- ભારત બંધનું એલાન:જામનગરમાં નગરસેવિકા જૈનબ ખફી બળદ ગાડુ લઈને વિરોધ કરવા નીકળ્યા, તો અમરેલીમાં ભાજપ નેતા દિલીપ સંઘાણી સાયકલ લઈને બજાર ખુલ્લી રાખવાની વિનંતી કરવા નીકળ્યા

રાજકારણ- રાજકોટ માર્કેટ યાર્ડ ખુલ્લું રહેવાની જાહેરાત, પણ દુકાનો ખુલ્લી ન હતી
રાજકોટ માર્કેટ યાર્ડ આજે ખુલ્લું રાખવામાં આવશે તેવી સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને બંધને સમર્થન ન આપવા અપીલ કરી હતી. તેમ છતા યાર્ડમાં 9 વાગ્યા છચાં એક પણ દુકાન ખુલ્લી ન હતી. મહત્વનું છે કે દલાલ મંડળ અને વેપારીઓ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું પણ રાત્રિના સમર્થન પરત ખેંચ્યું હતું.

રાજકોટના કેટલાક વિસ્તાર સજ્જડ બંધ
રાજકોટમાં વોર્ડ નં.15ના ચુનારાવાડ, ભાવનગર રોડ, દૂધ સાગર રોડ, થોરાદા સહિતના વિસ્તારોમાં સજ્જડ બંધમાં જોડાયા છે. વોર્ડના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા, મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા દ્વારા ગઇકાલે બંધ રાખવાની અપીલ કરવામાં આવેલ હતી. જેના પગલે લોકો દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે.