તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટમાં આજે બપોર સુધીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરનાર 17 ચા-પાનની દુકાન અને હોટલ 7 દિવસ માટે સીલ

રાજકોટ3 મહિનો પહેલા
પોલીસ અને મનપાની ટીમ ચેકિંગમાં ઉતરી,
  • આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી

રાજકોટમાં કોરોના સંક્રમણ અટકે તે માટે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાનની દુકાન, ચાની હોટલ પર ચેકિંગ કરી રહી છે. આજે બપોર સુધીમાં ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યુ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા કુલ 17 ચા-પાન અને હોટેલોને સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવી છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

પોલીસ અને મનપાની ટીમનું સતત ચેકિંગ
રાજકોટ શહેરને કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખૂબ જ જરૂરી છે અન્યથા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

સીલ કરવામાં આવેલી દુકાન અને હોટલની યાદી
1. ખોડિયાર હોટલ એન્ડ પાન, રૈયા રોડ
2. વચ્છરાજ હોટલ, રૈયા રોડ
3. મોમાઈ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, નાણાવટી ચોક, ગાંધીગ્રામ
4. બીગ પોઈન્ટ ચા, નાણાવટી ચોક, ગાંધીગ્રામ
5. મોમાઈ રેસ્ટોરન્ટ, રૈયા ચોકડી
6. ક્રિષ્ના ડીલક્સ પાન હોટલ, યુનિ. રોડ
7. ક્રિષ્ના હોટલ, યુનિ. રોડ
8. જુલેલાલ પાન શોપ, યુનિ. રોડ
9. શાહમદાર પ્રોવિઝન સ્ટોર, બાબરીયા મેઈન રોડ
10. ભારત બેકરી, ગાયત્રી મેઈન રોડ
11. ભવાની બેકરી, લક્ષ્મીનગર મેઈન રોડ
12. આશા ટેલીકોમ, કેનાલ રોડ
13. ખોડિયાર કોલ્ડ્રીંક્સ, સંત કબીર રોડ
14. માટેલ પાન, સંત કબીર રોડ
15. આપા ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, સંત કબીર રોડ
16. શક્તિ ટી સ્ટોલ, સંત કબીર રોડ
17.ગાત્રાળ ટી સ્ટોલ, પારેવડી ચોક

અન્ય સમાચારો પણ છે...