બજારમાં રોનક પરત:દિવાળી પૂર્વે બજારમાં ખરીદી નીકળી, કરોડો રૂપિયાનો વેપાર થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીની આડે હવે માત્ર 18 દિવસ જ બાકી રહ્યા છે. તહેવારના અનુસંધાને રાજકોટની ગુંદાવાડી, ઘી કાંટા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, બંગડી બજાર, સોનીબજાર, કંસારા બજાર, કાલાવડ રોડ સહિતની બજારમાં રોનક પરત ફરી છે. દિવાળી માટે ઘર સુશોભનથી લઇને સોનાની ખરીદી હાલ બજારમાં થઈ રહી છે. સવારથી લઇને સાંજ સુધી માર્કેટમાં ભીડ જોવા મળી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં જે ખરીદી નથી થઇ એ ખરીદી હવે આ તહેવારમાં નીકળવાની સંભાવના છે.

દિવાળીના તહેવારના અનુસંધાને સામાન્ય બજારથી લઈને ઓટોમોબાઈલ માર્કેટ, રિઅલ એસ્ટેટ, સોના-ચાંદી સહિત તમામ બજારમાં કરોડો રૂપિયાનો વેપાર થવાનો અંદાજ હોવાનો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે વ્યક્ત કર્યો છે. રાત્રિ કર્ફ્યૂને કારણે દુકાન સમયસર બંધ કરી દેવી પડે છે. બજારમાં રાત્રિ કર્ફ્યૂની મુદત ઘટાડી દેવામાં આવે તો વધુ વેપાર થઈ શકે છે. તેમ હોલસેલ માર્કેટ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ અનડકટ જણાવે છે. રવિ- સોમ બે દિવસ સુધીમાં અંદાજિત એક લાખથી વધુ લોકોએ બજારની મુલાકાત લીધી છે.

અન્ય સમાચારો પણ છે...