હત્યા:શાપરના યુવકને બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવીને લાશ રિક્ષામાં ફેંકી ગયા, CCTVમાં ચાર શખ્સ દેખાયા

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શાપરમાં બ્રિજના ડિવાઇડર પાસેથી લાશ મળી

શાપર-વેરાવળા યુવકને બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. યુવકની લાશ રિક્ષામાં મૂકી શાપરમાં બ્રિજના ડિવાઇડર પાસે ફેંકી આરોપીઓ નાસી ગયા હતા. શાપર-વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસેના અંડરબ્રિજના ડિવાઇડર પાસે એક યુવકની લાશ પડી હોવાની જાણ થતાં શાપરના પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે તપાસ કરતાં મૃતક સર્વોદય સોસાયટીમાં રહેતો રિક્ષાચાલક નિલેશ દેવશીભાઇ સોંદરવા (ઉ.વ.23) હોવાનું ખુલ્યું હતું. લાશ લોહીલુહાણ હતી અને ઢસડાયાના પણ નિશાન મળતા પોલીસને હત્યાની દૃઢ શંકા હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.​​​​​​​ નિલેશ સોંદરવાને લાકડી જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેવાયાનું પોસ્ટમોર્ટમમાં ખુલ્યું હતું.

પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને લાશ મળી તે સહિતના અન્ય વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા શાપરના જ ચિરાગ જોષી, જિગ્નેશ ઉર્ફે ભયલી કોળી અને એક અજાણ્યો શખ્સ નિલેશની લાશને રિક્ષામાં નાખીને જતા જોવા મળ્યા હતા તેમજ લાશને અંડરબ્રિજ સુધી ફેંકતા હોવાના પુરાવા મળ્યા હતા. પોલીસે મૃતક નિલેશના ભાઇ સાગર સોંદરવાની ફરિયાદ પરથી ત્રણ શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, નિલેશ અને તેનો પરિવાર છ મહિના પૂર્વે જ વેરાવળ રહેવા આવ્યા હતા. નિલેશ રિક્ષા ચલાવતો ઉપરાંત મજૂરીકામ કરતો હતો. યુવતીના મુદ્દે નિલેશની હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...