સજાનો હુકમ:શાપરના ઉદ્યોગપતિને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને ચેક રિટર્ન કેસમાં સજા

રાજકોટની અદાલતે વધુ બે ચેક રિટર્ન કેસમાં શાપરના ઉદ્યોગપતિ અને રાજકોટના કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને 1-1 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.પ્રથમ કેસમાં શાપર-વેરાવળમાં ઉત્તમ ફોર્જના નામથી વેપાર કરતા ધીરૂભાઇ બચુભાઇ પાંભર સામે ચેક રિટર્નનો કેસ ચાલી જતા અદાલતે એક વર્ષની સજા અને એક મહિનામાં રૂ.દશ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. શાપરના ઉદ્યોગપતિને નાણાંની જરૂરિયાત ઊભી થતા સંદીપભાઇ શાંતિલાલ અગ્રાવત પાસેથી 10 લાખ ઉછીના લીધા હતા.

જેની સામે ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક પરત ફરતા સંદીપભાઇએ એડવોકેટ ટી.બી.ગોહેલ મારફત નોટિસ અને બાદમાં કોર્ટમાં ફરિયાદ કરી હતી. અદાલતે ફરિયાદપક્ષની રજૂઆતને ધ્યાને લઇ શાપરના ઉદ્યોગપતિને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે.

અન્ય કેસમાં હરિ ઘવા રોડ પર ખોડિયાર કન્સ્ટ્રક્શનના નામથી ધંધો કરતા ધરમનગરમાં રહેતા વિશાલ અશોક ચૌહાણને દોષિત ઠેરવી એક વર્ષની સજા, અને ચેકની રકમ મુજબનું વળતર એક મહિનામાં ચૂકવવા હુકમ કર્યો છે. અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ છ મહિનાની સજાનો આદેશ કર્યો છે. વિશાલ ચૌહાણની મૂડી ધંધામાં અટવાઇ જતા તેની મુશ્કેલી દૂર કરવા મનસુખભાઇ વશરામભાઇ કતબાએ રૂ.7 લાખ આપી મદદ કરી હતી. જેની સામે વિશાલે ચેક આપ્યો હતો, પરંતુ તે ચેક રિટર્ન થતા મનસુખભાઇએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત કોર્ટમાં ફરિયાદ કરી હતી. દસ્તાવેજી પુરાવાઓ તેમજ ફરિયાદપક્ષની રજૂઆતને ધ્યાને રાખી અદાલતે વિશાલ ચૌહાણને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...