તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ગોંડલના શિવરાજગઢમાં પિતા-પુત્રી અને પતિ-પત્નીના કોરોનાના કારણે નિધનથી અરેરાટી વ્યાપી

ગોંડલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના ગ્રામ્ય પંથકમાં પણ કહેર બની લોકોના જીવ લઈ રહ્યો છે

ગોંડલ શહેર થી 18 કિલોમીટર દૂર આવેલા અને 6 હજારની વસ્તી ધરાવતા શિવરાજગઢ ગામમાં છેલ્લા એક માસમાં અંદાજે 30થી પણ વધુ લોકોના કોરોનાના કારણે મોત નિપજી જવા પામ્યા છે, જેમાં પુત્રીના નિધન બાદ પિતા અને પત્નીના નિધન બાદ પતિનું મોત થતાં ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

તેરી લાડકી મે છોડુંગી ના મે તેરા સાથ ના અતૂટ બંધન થી શિવરાજગઢ ગામે હર્યાભર્યા પરિવારમાં પિતાની લાડકવાઈ બનીને રહેતી અને બ્યુટી પાર્લર નો વ્યવસાય કરતી સપના દામજીભાઈ ઠુંમર (ઉંમર વર્ષ 23) નું કોરોના ના કારણે નિધન થતા ઠુંમર પરિવાર ગમગીન બની જવા પામ્યો હતો કુદરતે આનાથી પણ વધુ ક્રૂર બની માત્ર ત્રણ દિવસના અંતરે વહાલસોયી લાડકીના પિતા દામજીભાઈ ને પણ કાળનો કોળિયો બનાવી લેતા પરિવાર અવાચક બની જવા પામ્યો હતો.

જ્યારે બીજી દુઃખદ ઘટના શિવરાજગઢ ગામના જલારામ મંદિરના પ્રણેતા અને ખેતીકામ કરી ઘર ગુજરાન ચલાવતા બાબુભાઈ મોહનભાઈ લુણાગરિયા ઉ.વ. 85ના પત્ની લાભુબેન ઉ.વ.82 કોરોના સંક્રમણને કારણે મોતને ભેટી જતાં પરિવાર શોકમગ્ન બન્યો હતો બાદમાં ત્રણ દિવસના અંતરે બાબુભાઈએ પણ અનંતની વાટ પકડી લેતા લુણાગરિયા પરિવારે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો