તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સવારે 9.24 કલાક સુધી શિવયોગમાં મનાવાશે શિવરાત્રી, રાત્રે 9.45 પછી શ્રવણ નક્ષત્ર ઉત્તમ છે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાત્રે ચાર પ્રહરની પૂજા કરવાનું સૌથી વધુ મહત્ત્વ : શિવમંદિરોમાં વિશેષ પૂજન-અર્ચન કરાશે

મહાવદ તેરસને તા.11ના ગુરુવારે મહાશિવરાત્રી છે. કાલે સવારે 9.24 સુધી શિવયોગ છે તેથી શિવરાત્રીનો પ્રારંભ શિવયોગમાં થશે. રાત્રે 9.45 પછી શ્રવણ નક્ષત્ર પણ ઉત્તમ છે. શિવરાત્રીને દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવાથી જીવનના બધા જ કષ્ટ દૂર થાય છે. શિવરાત્રીના દિવસે આઠ પ્રહરની પૂજામાં મુખ્ય રાત્રીના ચાર પ્રહરની પૂજા મહત્ત્વની ગણાય છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, શિવપૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે.

શિવલિંગમાં મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ, અને ઉપર સ્વયં શિવજી છે. આમ શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજાનું ફળ મળે છે. શહેરના શિવમંદિરોમાં કાલે સાદગીથી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે.

પ્રથમ પ્રહર સાંજે 6.55 થી 9.56: મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન-ચોખા કમળ, કરેણના પુષ્ય વડે પૂજા કરવી નૈવેદ્યમાં પકવાન ધરાવવો.

બીજો પ્રહર રાત્રે 9.56થી 12.57: બીજા પ્રહરની પૂજામાં મહાદેવજીને જળ ચડાવી બિલીપત્ર અર્પણ કરવા તથા શ્રીફળ અર્પણ કરવું.

ત્રીજો પ્રહર રાત્રે 12.57 થી 3.58: મહાદેવજીને દૂધ, જળ ચડાવી ઘઉં તથા આકડાના પુષ્પો, માલપૂઆનું નૈવેદ્ય તથા શાક, દાળમ ધરાવ્યા બાદ બિલીપત્ર અર્પણ કરવા.

ચોથો પ્રહર રાત્રે 3.58 થી 7.00: જળ ચડાવ્યા બાદ અડદ, મગ, સાત ધાન્ય ચડાવવા તથા બિલીપત્ર ચડાવવા દૂધના મિષ્ટાનનું નૈવેદ્ય ધરાવું.

રાશિ પ્રમાણે વસ્તુ-દ્રવ્યથી શિવજીની પૂજા કરી શકાય
મેષ: શેરડીનો રસ, સુખડીનું નેવૈદ્ય ધરાવવું.
વૃષભ: સાકરવાળું પાણી, પેંડાનું નૈવેદ્ય ધરાવવું.
મિથુન: કાળા તલ, દૂધ, શક્કરિયાનો શીરો ધરાવવો.
કર્ક: દૂધ, સાકરવાળું પાણી, નૈવેદ્યમાં રાજગરાનો શીરો.
સિંહ: ઘી, ચણાની દાળની બનેલ વસ્તુનું નૈવેદ્ય ધરાવવું.
કન્યા: મધથી તથા દૂધથી નૈવેદ્યમાં દૂધ પાક ધરાવવો.
તુલા: કાળા તલ, શેરડીનો રસ, દૂધની મીઠાઇ ધરાવવી.
વૃશ્ચિક: બિલીપત્ર, દૂધથી નૈવેદ્યમાં તલની વસ્તુ ધરાવવી.
ધન: શેરડીનો રસ, સાકરવાળું પાણી, નૈવેદ્યમાં અડદિયા.
મકર: મોટી પનોતી છે, કાળા તલથી અભિષેક કરવો.
કુંભ: મોટી પનોતી છે, કાળા તલ, મધથી અભિષેક.
મીન: ઘી તથા દુર્વાથી તથા દૂધથી અભિષેક કરવો.

અન્ય સમાચારો પણ છે...