રાષ્ટ્ર વિરુદ્ધના લખણો:શિવાજી કોઇ ભગવાન નથી, લાગણી દુભાય તેવું કૃત્ય નથી: બચાવપક્ષ, રાજકોટના આરોપી વકીલની રાષ્ટ્રદ્રોહના ગુનામાં કોર્ટે જામીન અરજી રદ કરી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાયદાના જાણકારે કૃત્ય કર્યુ છે જેથી ગંભીરતા વધી જાય છે: સરકારી વકીલ

શિવાજી મહારાજ વિશે સોશિયલ મીડિયામાં એલફેલ લખી કોમેન્ટ કરનાર અને દેશ વિશે ખરાબ ટિપ્પણી કરનાર વકીલ સોહિલ મોર સામે રાષ્ટ્રદ્રોહની કલમ હેઠળ ધરપકડ કરી પોલીસે જેલહવાલે કર્યો હતો. દરમિયાન રાષ્ટ્રદ્રોહના ગુનામાં જેલહવાલે રહેલા આરોપી વકીલ સોહિલ મોરે જામીન પર છૂટવા કોર્ટમાં અરજી કરી હતી.

જે અરજીમાં જણાવ્યું કે, શિવાજી મહારાજ કોઇ ભગવાન નથી, જેથી કોઇપણ વ્યક્તિ કંઇ પણ કહી શકે, લાગણી દુભાવવા જેવું તહોમદારનું કૃત્ય નથી, તેમજ કોઇ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી નથી, રહેવાસીઓએ રાજકીય રીતે વકીલ સોહિલ મોરને ફસાવ્યો છે. આરોપી વકીલના એડવોકેટે તો સોહિલ મોર માનસિક રીતે અસ્થિર છે, તે શું બોલે છે, તે શું કરે છે તેની તેને ભાન નથી તેવી રજૂઆત કરી હતી.

બીજી તરફ સરકારપક્ષે રોકાયેલા એપીપી સમીર ખીરાએ આરોપીએ કરેલું કૃત્ય સમજી વિચારીને કરેલું રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે, કોઇ પણ વ્યક્તિને મૂર્તિ પૂજા, વ્યક્તિ પૂજા કરવાનો અધિકાર છે. શિવાજી મહારાજ લોકો માટે ભગવાનથી વિશેષ હતા. જેથી લોકોની લાગણી દુભાઇ તે સ્વાભાવિક છે. આરોપી કાયદાનો જાણકાર વ્યક્તિ હોય અને તે આવું કૃત્ય કરે તે ગંભીર વાત છે. તેમજ આરોપીએ રાષ્ટ્ર વિરુદ્ધ શબ્દો તેના જ હસ્તાક્ષરમાં લખ્યા છે.

ઉપરોક્ત બાબતોએ તપાસ ચાલુ હોય અને તેની સાથે અન્ય કોની કોની સંડોવણી છે તે કડીઓ મેળવવાની બાકી હોય તેવા સમયે આરોપીને જામીન પર ન છોડવા રજૂઆત કરી હતી. બંને પક્ષની દલીલ અને રજૂઆત બાદ સેશન્સ જજ કે.ડી.દવેએ આરોપી સોહિલ મોરના ગંભીર ગુનાના પુરાવાઓને ધ્યાને રાખી જામીન અરજી નામંજૂર કરી છે.

પોલીસે વકીલ સોહિલ મોરના ઘરમાં તલાશી લેતા દેશ વિરોધી દસ્તાવેજો મળી આવતા રાષ્ટ્રદ્રોહની કલમ લગાડાઇ હતી
રેલનગરમાં શ્યામાપ્રસાદ મુખર્જીનગર આવાસના રહેવાસીઓએ ત્યાં રહેતા લોકોનું સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવ્યું હતું. ત્યારે ગત ફેબ્રુઆરીમાં શિવાજી મહારાજની જયંતી હોવાથી ગ્રૂપમાં સામેલ અહીંના રહેવાસી એવા વકીલ સોહિલ મોરે શિવાજી મહારાજ વિશે ખરાબ કોમેન્ટ કરી. જેથી ગ્રૂપની એક મહિલાએ આ અંગે તેને પૂછતા અહીંયા પાકિસ્તાન થઇ ગયું છે, બધા મુસ્લિમ બની ગયા છે, હિન્દુઓ અહીંથી ભાગી જાય તેવું કહ્યું હતું.

આવાસમાં રહેલા લોકોના ફ્લેટમાં લગાડાયેલા ભગવાનના ફોટા તેમજ તોરણ તોડી નાંખ્યા હતા. ગુનો નોંધાતા વકીલ સોહિલ મોરની ધરપકડ કરી જામીન મુક્ત કર્યો હતો. પોલીસે ઘરમાં તલાશી લેતા જનાબ પરવેઝ મુશરર્ફનું જ રાજ હોવું જોઇએ, બધા પાકિસ્તાની મુસ્લિમો જ ભારતમાં હોવા જોઇએ તેવું વકીલના હસ્તે લખાયેલા કાગળો મળ્યા હતા. જેને પગલે વકીલ સોહિલ મોર સામે રાષ્ટ્રદ્રોહની કલમનો ઉમેરો કરી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...