રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનાના સો.મીડિયાના ગ્રુપમાં એડવોકેટ સોહીલ મોર દ્વારા લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની કોમેન્ટ કરવામાં આવી હતી. તો સાથે જ જ્યોતિબા સોઢા નામના વ્યક્તિના ફ્લેટની બહાર તોડફોડ પણ કરવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ ની ફરજમાં રૂકાવટ સહિતની બે જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આજરોજ રાજકોટ શિવસેના દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે એકત્ર થયેલા શિવ સેનાના હોદેદારો તેમજ સ્વયંસેવકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ મીડિયા સાથેની વાતચીતમાં આરોપી એડવોકેટ સોહીલ મોર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર બનાવ
રાજકોટના મુંજકા નજીક આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી નગર આવાસ યોજનાના રહેવાસીઓ દ્વારા બનાવેલા સોશિયલ મીડિયાના ગ્રુપમાં શિવાજી મહારાજની જયંતી નિમિતે મૂકાયેલી પોસ્ટે વિવાદ સર્જ્યો છે. આવાસ યોજનામાં રેહતા વકીલે ધાર્મિક લાગણી દુભાય તેવી ગ્રુપમાં શિવાજી મહારાજની ગંદી કોમેન્ટ કરી હતી. સ્થાનિકો સમજાવવા જતા છરા સાથે આવાસ યોજના ક્વાટર્સમાં આંતક મચાવી એક ફ્લેટના દરવાજાના ગણપતિ ભગવાનના તોરણને છરીથી તોડી નાંખી નુકસાન કરી ધમકી આપી હતી. તેમજ પોલીસને પણ માર માર્યો હતો.
અહીંયા પાકિસ્તાન થઈ ગયું છે તેવો વાણી વિલાસ કયો
બાદમાં જ્યોતિબા ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા અને કોમેન્ટ કરનાર કોણ છે તે જાણવા માટે તેમણે સોહિલના ફોન નંબર પર ફોન કરતા સામેથી સોહિલ મોર બોલે છે તેમ જણાવ્યું હતું. જ્યોતિબાએ શિવાજી મહારાજ વિશે આવી કોમેન્ટ કરવા બાબતે પૂછતા સોહિલે હજુ કોમેન્ટ કરીશ અને તમે ગ્રુપમાંથી રિમૂવ થઇ જાવ અને અહીંયા પાકિસ્તાન થઈ ગયું છે તેવો વાણી વિલાસ કયો હતો. જ્યોતિબાએ તમે ક્યાં રહો છો તેમ પૂછ્યું હતું ત્યારે સોહિલે પોતે ફ્લેટ નં.103માં રહે છે તેમ જણાવ્યું હતું. જ્યોતિબાએ હું તમને મળવા આવું છુ તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો.
ગણપતિ ભગવાનની ફોટો વાળી ફ્રેમ નીચે પાડી નુકસાન પહોંચાડ્યું
શિવાજી મહારાજ બાબતે સોહિલને જ્યોતિબ સમજાવવા જતા હતા ત્યારે મુંજકાના રહેવાસી દીપભાઇ દેવાયતભાઇ દવે મળતા તેમને સમગ્ર વાત જણાવી હતી. અત્યારે આં બાબતે આવાસ યોજનાના રહેવાસીઓને મળી બેઠક કરી નિર્યણ લેવાની વાત કરી હતી. જ્યોતિબા એક સંબંધીને ત્યાં ઘરે બેસવા ગયા હતા ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી નગર આવાસ યોજનાના રહેવાસી માલતીબેન બાગનભાઈનો તેમને ફોન આવ્યો અને જણાવ્યું કે સોહિલ તેમના ફ્લેટની સામેના ફ્લેટ નં.1003ની પાસે હાથમાં છરો લઇને ફરે છે અને મોટા અવાજે રાડો પાડી બેફામ ગાળો બોલે છે અને તેઓના ફ્લેટના દરવાજા ઉપરના ભાગે ગણપતિ ભગવાનની ફોટો વાળી ફ્રેમ નીચે પાડી નુકસાન પહોંચાડ્યું છે.
સોહિલની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ વાત થતા જ્યોતિબાએ સ્થળ ઉપર જઈ તપાસ કરતા સી વીંગ ફ્લેટ નં.103 સોહિલ મોરના ફ્લેટ આગળ ઘણા માણસો ભેગા જોવા મળ્યા હતા અને કોઇએ 100 નંબરમાં ફોન કર્યો હશે. જેથી પોલીસ પણ આવી ગઈ હતી. સોહિલની ધરપકડ માટે આવેલી પોલીસ સાથે પણ માથાકૂટ કરી હતી. જ્યોતિબાએ આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, સોહિલનું કોઈના દ્વારા બ્રેનવોશ કરી દેવામાં આવ્યું છે. કટ્ટર માનસિકતા ધરાવતા સોહિલની સામે તપાસ કરવામાં આવે તો જેહાદી સંગઠનો સાથેના સંપર્ક નીકળે તેવી શક્યતા છે. ધંધૂકા જેવી ઘટના બને તે પહેલા ભાજપના નેતાઓ આ ઘટનાને ગંભીરતાથી લે તેવી અમારી અપીલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.