શહેરના અંકુરનગર મેઇન રોડ પર સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા અને ત્યાં ઓટા પર બેઠેલા પ્રૌઢને શિખાવ કારચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું સારવારમાં મોત નીપજ્યું હતું. નવલનગરમાં રહેતા નરોતમભાઇ ભદ્રેચા (ઉ.વ.56) રવિવારે અંકુરનગરમાં તેના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હતા અને સંબંધીના ઘર નજીક ઓટા પર બેઠા હતા ત્યારે એક કાર ધસી આવી હતી અને ઓટા સાથે ધડાકાભેર અથડાઇને નરોતમભાઇને ઠોકરે ચડાવ્યા હતા.
કારની ઠોકરે ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને તેમનું મોત નીપજ્યું હતું. દરજી કામ કરતા પ્રૌઢને સંતાનમાં એક પુત્ર છે. પરિવારજનોએ કહ્યું હતું કે, અંકુરનગરમાં નરોતમભાઇ ઓટા પર બેઠા હતા.
ત્યારે કોઇ કારચાલક કાર લઇને નીકળ્યો હતો અને શિખાવ હોવાથી તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પ્રૌઢને ઠોકરે ચડાવ્યા હતા. બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી. લોઠડામાં મુકેશભાઇ ટોળિયાની વાડીમાં રહી ત્યાં ખેતમજૂરી કરતી મધ્યપ્રદેશની વતની સંગીતા રેમુ વસુનિયા (ઉ.વ.30)એ ઝેરી દવા પી લેતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.