ICLEI સાઉથ એશિયા સંસ્થાએ SDG એમ્બેસેડર પ્રોગ્રામ 2022 માટે માટે સાઉથ એશિયાના 5 દેશ ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભુટાનની પસંદગી કરાઈ છે જેમાં ભારત દેશમાંથી રાજકોટ અને સુરત શહેરની પસંદગી થઈ છે. SDG એમ્બેસેડર પ્રોગ્રામ અંતર્ગત બુધવારે ઓનલાઈન મિટિંગ ગોઠવવામાં આવી હતી જેમાં રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવની સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને ભુટાનના વિવિધ શહેરોના પ્રતિનિધિઓએ સંવાદ કર્યો હતો.
આ મિટિંગનો ઉદ્દેશ્ય પસંદગી પામેલ શહેરના મેયરો વચ્ચે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સંબંધિત પોતપોતાના શહેરમાં કરવામાં આવતી વિવિધ કામગીરી અંગેની વિગતો અંગે સંવાદ કરાવવાનો હતો. મેયર ડૉ. પ્રદીપ ડવે શહેરની ભૌગોલિક સ્થિતિ, ત્રણ ઝોન, શહેરની વસ્તી વગેરે બાબતોએ જાણકારી ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ઈ-બસનો ઉપયોગ, સોલાર પેનલ દ્વારા સૌરઊર્જાનો ઉપયોગ, શહેરમાં સાઈકલનો ઉપયોગ વધે તે માટેની સબસિડી વગેરેની માહિતી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.