તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શાપર-વેરાવળના એકમો એકસાથે બંધ નહીં રહે, ચાર ઝોન મુજબ રજા જાહેર

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રજાના દિવસોમાં મજૂરો ભેગા ન થાય તે માટે નિર્ણય, દાણાપીઠ બપોર પછી સજજ્ડ બંધ

કોરોનાના સંક્રમણને તોડવા માટે દરેક માર્કેટના સમયમાં ફેરફાર થઇ રહ્યો છે. દાણાપીઠ, સોનીબજારના વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે શાપર-વેરાવળના ઔદ્યોગિક એકમોમાં એકસાથે બંધ નહીં રહે. રજા રાખવા માટે ચાર વિભાગ નક્કી કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ઔદ્યોગિક એકમોમાં બુધવારે રજા હોય છે. અને આ દિવસે બધા મજૂરો બહાર નીકળતા હોય છે અને માર્કેટમાં ભેગા થતા હોય છે.ત્યારે બધા મજૂરો એકસાથે ભેગા ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે લાખાજીરાજ રોડની માર્કેટ રાબેતા મુજબ ચાલુ છે.

શાપર-વેરાવળ એસો.ના ચેરમેન રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, શાપરમાં 3200 જેટલા એકમ છે. અને દોઢ લાખથી વધુ મજૂરો કામ કરે છે. બુધવારે રજા હોય છે.ત્યારે બધા મજૂરો બજારમાં નીકળતા હોય છે. બધા એકસાથે ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધુ રહે છે. તેથી આ નિર્ણય લીધો છે. આ વ્યવસ્થા મુજબ વીજપુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલને જાણ કરવામાં આવી છે. વીજપુરવઠો મળવાની વ્યવસ્થા શરૂ થઈ જાય ત્યાર બાદ આ ક્રમ મુજબ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. જ્યારે લાખાજીરાજ રોડની માર્કેટમાં સ્વૈચ્છિક લોકડાઉન માટે વેપારીઓની એક બેઠક બોલાવી હતી.આ બેઠકમાં બજાર ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...