આરોહણ-અવરોહણ સ્પર્ધા:ઓસમને આંબવા 168 સ્પર્ધકોએ દોટ લગાવી, 18 વર્ષીય યુવાને પહેલા પ્રયાસે અગાઉનો રેકોર્ડ તોડી પ્રથમ નંબર મેળવ્યો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતપુત્ર શૈલેષ કામલીયા - Divya Bhaskar
ખેડૂતપુત્ર શૈલેષ કામલીયા
  • 20 વિજેતા સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળી
  • ભીડ ન થાય તે માટે ડુંગર ચડવા-ઉતરવાના અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યાં હતા
  • ઓસમ પર્વતની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરી અહીં ટુરિસ્ટ અને એડવેન્ચર કેમ્પનું કેન્દ્ર બનાવાશે: કલેકટર

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલ ઓસમ પર્વત ખાતે આજે રાજ્યકક્ષાની દ્વિતીય ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યુવા સાહસવીરોના જોમ જુસ્સા સાથે યોજાઇ હતી. જેમાં 10 જિલ્લાના 168 યુવા સ્પર્ધકો જોડાયા હતા. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ગોરખમઢી ગામના 18 વર્ષના યુવાન ખેડૂતપુત્ર શૈલેષ રમેશભાઈ કામલીયાએ ગયા વર્ષના પ્રથમ સ્પર્ધકનો રેકોર્ડ તોડીને 10 મિનિટ અને 8 સેકન્ડમાં આ સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો.

ધોરણ-12માં અભ્યાસ કરતી કિરણ સંગ્રામભાઈ ધાડવીએ 14 મિનિટ અને 40 સેકન્ડમાં પર્વત સર કર્યો
ધોરણ-12માં અભ્યાસ કરતી કિરણ સંગ્રામભાઈ ધાડવીએ 14 મિનિટ અને 40 સેકન્ડમાં પર્વત સર કર્યો

780 પગથિયા ઉતરવાનો લક્ષ્યાંક
આ સ્પર્ધામાં સ્પર્ધકો માટે 650 પગથિયા અને પર્વતનો ટ્રેકિંગ વિસ્તાર થઈને ફરી બીજા પથ પર 780 પગથિયા ઉતરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં ભાઈઓના વિભાગમાં શૈલેષ કામલીયાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે બહેનોના વિભાગમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જસાપર ગામની અને ધોરણ-12માં અભ્યાસ કરતી કિરણ સંગ્રામભાઈ ધાડવીએ 14 મિનિટ અને 40 સેકન્ડમાં પર્વત પાર કરી પ્રથમ નંબર મેળવ્યો હતો.

20 વિજેતા સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળી
20 વિજેતા સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળી

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધી એન્ટ્રી
આ સાથે બંને વિભાગમાં 10-10 સ્પર્ધકોને રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને રૂપિયા 2500થી માંડીને રૂપિયા 12,500ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. અન્ય સ્થાનિક દાતાઓએ પણ પ્રોત્સાહક રકમ પુરસ્કાર તરીકે આપી હતી.વિજેતા સ્પર્ધકોને આગામી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે સીધી એન્ટ્રી અપાશે.

10 જિલ્લાના 168 યુવા સ્પર્ધકો જોડાયા હતા
10 જિલ્લાના 168 યુવા સ્પર્ધકો જોડાયા હતા

વિકાસ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવશે
વિજેતાઓનું સન્માન કરી તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલ બિરદાવતા જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ઓસમ પર્વત રાજકોટ જિલ્લામાં આગવી ઓળખ ધરાવે છે .રાજ્યકક્ષાની આ સ્પર્ધાને લીધે ઓસમ હવે રાજ્યનું પ્રવાસન કેન્દ્ર બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓસમના પ્રવાસન વિકાસ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવશે.

ઓસમ પર્વતની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરી અહીં ટુરિસ્ટ અને એડવેન્ચર કેમ્પનું કેન્દ્ર બનાવાશે: કલેકટર અરુણ મહેશ બાબુ
ઓસમ પર્વતની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરી અહીં ટુરિસ્ટ અને એડવેન્ચર કેમ્પનું કેન્દ્ર બનાવાશે: કલેકટર અરુણ મહેશ બાબુ

રોકડ પુરસ્કારના ચેક આપી તમામ સ્પર્ધકોને બિરદાવ્યા
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, ઓસમ ખાતે એડવેન્ચર કેમ્પનું પણ આયોજન થાય તે માટે રમત ગમત વિભાગ, સ્થાનિક તંત્ર, સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ-શાળા કોલેજોનો સહકાર લઈને રમત-ગમતની પ્રવૃત્તિઓ પણ અહીં થાય તે માટે આયોજન કરવામાં આવશે. કલેકટરે બંને વિભાગમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રાજય સરકાર દ્વારા નિયત કરાયેલ રોકડ પુરસ્કારના ચેક આપી તમામ સ્પર્ધકોને બિરદાવ્યા હતા.