કાર્યવાહી:ક્રેડિટની ખરાઈ, ટેક્સચોરી અટકાવવા જીનિંગ-ઓઈલમિલના ધંધાર્થી પર SGSTના દરોડા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ સહિતના 42 સ્થળે તપાસ, સૌથી વધુ મોરબીની 15 પેઢીમાં કાર્યવાહી

છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવી રહ્યા છે. કોરોના બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જીનિંગ મિલમાં વેપારમાં તેજી જોવા મળી રહી છે અને નવા નવા એકમો પણ ખૂલી રહ્યા છે ત્યારે શરૂઆતમાં જ બોગસ બિલિંગ કૌભાંડ પકડાઈ જાય અને તે અટકે તે માટે ગુરુવારે રાજ્યભરમાં જીનિંગ અને ઓઈલમિલના ધંધાર્થીઓને ત્યાં એસજીએસટીની ટીમે તપાસ હાથ ધરી હતી. કુલ 42 સ્થળે તપાસ કરાઇ હતી.જેમાં સૌથી વધુ મોરબીની 15 પેઢીમાં તપાસ કરાઈ હતી. આ સિવાય રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં આવેલી પેઢીમાં તપાસ કરાઇ છે.

આ પેઢીમાં કરાઈ તપાસ, મોટી ટેક્સચોરી ખુલવાની વકી
મેસર્સ મનજીત કોટન પ્રા.લિ., મેસર્સ બિપીન ઓઈલમિલ (અમદાવાદ), મહાલક્ષ્મી ઓઈલમિલ- ધનસુરા, શ્રી કેશવ ઓઈલમિલ, અન્નપૂર્ણા જિન પ્રા.લિ. ( વડોદરા), ભાગ્યોદય કોટન ઈન્ડસ્ટ્રીઝ - કપડવંજ, શ્રી નિલપવન ઓઇલ ઈન્ડસ્ટ્રીઝ- સાવલી, મારુતિ કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ- બોટાદ, ક્રિષ્ના કોટન-સુરત, કેસર કોટન પ્રા.લિ.-મહુવા, રાજ કોટેક્ષ, મિતલ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ (અમરેલી), શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ- મહુવા, અમૂલ કોટન પ્રા.લિ. - તલાજા- ભાવનગર, કિશન જીનિંગ, મહાદેવ જીનિંગ (રાજકોટ), બાપા સીતારામ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, સાગર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ (હળવદ) તેમજ વાંકાનેરના ધરતી ઓઈલમિલ, સોપાન કોટેક્ષ, ફૈઝાન ઓઈલમિલ, કિશન જીનિંગ ફેક્ટરી, નોબલ જીનિંગ ફેક્ટરી, રોનક ઓઈલમિલ- જામખંભાળિયા, ક્રિષ્ના ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ- ઉના, શ્રી ગેલ કૃપા ઈન્ડસ્ટ્રીઝ - જામનગર, શિવશક્તિ જીનિંગ-ગાંધીધામ આ ઉપરાંત મોરબીમાં બાપા સીતારામ ઓઇલમિલ, ભરત જીનિંગ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, ચામુંડા ઓઈલમિલ, ગૌધન ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, ગુરુકૃપા કોટન ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, જય યોગેશ્વર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, કાર્તિક ઓઈલમિલ, લક્ષ્મીનારાયણ કોટન ઈન્ડસ્ટ્રીઝ, રવિરાજ જીનિંગ ઓઈલમિલ, સદગુરુ કોટન પ્રા.લિ., - સિયારામ ઓઇલ ઈન્ડસ્ટ્રીઝ, બહુચર ઓઈલ, હરભોલે ઓઈલમિલ, ગણેશ ઈન્ડસ્ટ્રીઝ સહિતના સ્થળે દરોડા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...