રોગચાળાની ભીતિ:સુમંગલ પાર્ક વિસ્તારમાં ગટરના ઢાંકણા તોડી નખાયા

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદા પાણીને કારણે રોગચાળાની ભીતિ, પાણીના નિકાલ વખતે મનપાએ જ તોડ્યાનો આક્ષેપ

રાજકોટ શહેરના વોર્ડ નં.18માં આવેલા સુમંગલ પાર્ક વિસ્તારમાં મનપાના કર્મચારી દ્વારા ગંદા પાણીના નિકાલ કરવાની કામગીરી કરવા જતાં ગટરના ઢાંકણાને પણ તોડી પડાયા. જેથી હવે રહેવાસીઓને હાલાકી પડી રહી છે. હાલ તો ગંદા પાણીના કારણે રોગચાળાની સતત ચિંતા છે તેથી બાળકોને પણ ઘરની બહાર જવા દેવાતા નથી.

સુમંગલ પાર્કમાં રહેતા સ્થાનિક મહિલા હિનાલી વેકરિયાએ જણાવ્યું હતું કે, સુમંગલ પાર્ક સોસાયટીમાં સામે આવેલી શેરીમાં ગંદા પાણીનો નિકાલ કરવાની કામગીરી કોર્પોરેશનના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણી નિકાલ કરવા જતાં જેસીબીના કારણે સોસાયટીની શેરી નં-5 માં આવેલ ગટરના ઢાંકણા તંત્રની કામગીરી દરમિયાન તૂટી ગયા હતા. ગટરને ઢાંકવા માટે કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી પરંતુ આજે રવિવાર હોવાનું જણાવ્યું હતું

તેમજ રવિવારે સાંજે 5 વાગે સ્થળ વિઝિટ પર મનપાના કર્મચારી આવ્યા હતા પરંતુ કામગીરી કરી ન હતી. આ દરમિયાન મનપાના કર્મીને કહ્યું કે, જે ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટ્યા છે તે ઢાંકો, ગંદા પાણીનો નિકાલ ભલે પછી કરો પરંતુ કોર્પોરેશનના કર્મી માત્ર ગટર પર જાળી નાખીને જતા રહ્યા છે. વધુમાં જણાવ્યું કે હાલ શેરીમાં ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે જેથી તેમાં સ્થાનિક લોકો ચાલવા માટે મજબૂર બન્યા છે આ ઉપરાંત ગંદા પાણીને કારણે રોગચાળાની સતત ચિંતા છે.

અન્ય સમાચારો પણ છે...