તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સિવિલમાં ત્રણ દર્દી મિથિલિન બ્લૂની બોટલ પી જતાં ગંભીર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સેવાના નામે અપાતી દવા તબીબની સલાહ વિના લેવી જોખમી બની

સિવિલમાં બર્ન્સ વોર્ડની બાજુમાં પ્રિ ટ્રાએજ એરિયા ઊભો કરવામાં આવ્યો છે જ્યાં કોરોનાની સારવાર માટે આવતા દર્દીઓને રાખીને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે, તબીબો અને ઓક્સિજનની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે, શુક્રવારે સાંજે કોઇ વ્યક્તિ મિથિલિન બ્લૂની બોટલ ભરેલો થેલો લઇને આ એરિયામાં પ્રવેશ્યો હતો અને કોઇપણ જવાબદાર અધિકારીની મંજૂરી લીધા વગર જ ખાટલે ખાટલે જઇને દર્દીને મિથિલિન બ્લૂની બોટલ આપી દીધી હતી. બોટલ આપનાર હોસ્પિટલનો સ્ટાફ હોવાનું સમજી દર્દીઓએ તે બોટલ લઇ લીધી હતી, તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતથી અજાણ ત્રણ દર્દીઓએ આખી બોટલ ગટગટાવી લીધી હતી.

મિથિલિન બ્લૂની નાની બોટલ એકસાથે પી જવાથી ત્રણેય દર્દીની તબિયત લથડી હતી અને આ બાબત ધ્યાને આવતાં તબીબોએ ત્રણેય દર્દીને તાકીદે મુખ્ય બિલ્ડિંગના વોર્ડમાં શિફ્ટ કરાવી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. આજની ઘટનામાં સદનસીબે આ વાત તબીબોના ધ્યાને તાકીદે આવી જતાં ત્રણેય દર્દીઓની ગંભીરતાને ધ્યાને લઇને વોર્ડમાં શિફ્ટ કરી દીધા હતા, પરંતુ કોઇ લેભાગુ તત્વો ગમે તે વસ્તુ આપી જાય અને દર્દીને તેની આડ અસર થાય તો તેની જવાબદારી કોની? આવા અનેક સવાલો ઉઠ્યા હતા. સાચા અર્થમાં થઇ રહેલી સેવાથી અનેક લોકો રાહત અનુભવી રહ્યા છે પરંતુ આવી ઘટના બને નહીં તે માટે સેવા માટે હોસ્પિટલના સત્તાધીશોએ ચોક્કસ સ્થળની પસંદગી કરી સેવાભાવીઓને ત્યાં રાખવા જોઇએ જેથી જે દર્દીના પરિવારજનને જે સેવાની જરૂર હોય તે ત્યાં જઇને પોતાની જરૂરિયાત પૂરી કરી શકે.

અન્ય સમાચારો પણ છે...