કાર્યવાહી:ક્રિકેટ સટ્ટો, જુગાર અને વિદેશી દારૂના દરોડામાં સાત પકડાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પરથી અભિ જેન્તી ખાનપરા નામના શખ્સને આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતા પકડી પાડ્યો છે. પોલીસે રોકડા, મોબાઇલ મળી કુલ રૂ.8500નો મુદ્દામાલ કબજે કર્યો છે. હરિહર ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રસીદ સતાર શેખ, સિકંદર ઓસમાણ સમા, સલમાન ઓસમાણ સમા અને હનિફ યુસુફ શેખને રોકડા રૂ.2620 સાથે ઝડપી લીધા છે. જ્યારે જવાહર રોડ પરથી સાવન રાજેશ વડગામાને દારૂની 4 બોટલ સાથે, તેમજ કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાસે આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતા અશોક રામજી ઘાવરીને દારૂની 48 બોટલ અને બિયરના 96 ટીન સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...