ધરપકડ:હોટેલમાં રૂમ રાખી જુગાર રમતા 2 વેપારી સહિત સાત ઝડપાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વીમા પોલિસીની મિટિંગ કરવાના બહાને રૂમ બુક કરાવ્યો હતો
  • 46 હજાર રોકડ, 7 મોબાઇલ સહિત 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજ્યમાં 15થી 18 વર્ષના બાળકોનું સોમવારથી વેક્સિનેશન શરૂ કરાયું છે, પ્રથમ દિવસે રાજકોટ જિલ્લામાં 38 હજાર વિદ્યાર્થીઓને રસી આપ્યા બાદ બીજે દિવસે પણ બાળકો ઉત્સાહ સાથે રસી લેવા શાળાઓમાં આવ્યા હતા. રાજકોટની કડવીબાઈ કન્યા વિદ્યાલયમાં એકસાથે 1650 વિદ્યાર્થિનીઓને વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ શહેરમાં મંગળવારે 18300 વિદ્યાર્થી અને રાજકોટ ગ્રામ્યમાં 19770 વિદ્યાર્થીને રસી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં આગામી એક સપ્તાહમાં જ 15થી 18 વર્ષના કુલ અંદાજિત દોઢ લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રખાયો છે.

રાજકોટ શહેરમાં ઢેબર રોડ ઉપર આવેલી કડવીબાઈ કન્યા વિદ્યાલયમાં એકસાથે 1650 જેટલી વિદ્યાર્થિનીનું સામુહિક વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલના આચાર્યા વર્ષાબેન ડવે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાંથી બહાર નીકળવા માટે આપણને સૌના સાથ અને સહકારની જરૂરિયાત છે. અમારી શાળાની 15 થી 18 વર્ષની વયની કિશોરીઓને કોરોના વિરોધી રસી મુકવામાં આવી છે. વિદ્યાર્થિનીઓને વેક્સિનેશનનો ડર ન લાગે, નિશ્ચિંત થઈને વેક્સિનેશનમાં ભાગ લે તે માટે મેડિકલ ઓફિસર પાસે તેઓનું કાઉન્સેલિંગ કરાવ્યું હતું.

બાળકોના રજિસ્ટ્રેશન માટે સવારના 6 વાગ્યાથી અમારી સ્કૂલના 30 શિક્ષક અને 20 જેટલા વિદ્યાર્થીઓ કાર્યરત હતા. જોકે મંગળવારે બાળકોને રસી આપવાની ઝુંબેશના બીજા દિવસે પણ શહેરમાં જુદી જુદી સ્કૂલમાં 18300 અને ગ્રામ્યના 19770 બાળકને રસી અપાઇ હતી. જિલ્લામાં સૌથી વધુ ગોંડલ અને જેતપુરમાં 2950 બાળકોને જ્યારે સૌથી ઓછું રસીકરણ જામકંડોરણામાં 644 બાળકોને રસી આપી હતી. જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં હજુ પણ વેક્સિન ઝુંબેશ અવિરત ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...