લોકોમાં ફફડાટ:જેતપુર તાલુકાના ભેડા પીપળિયામાં સાત સિંહના ધામા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને રાત્રે જ વીજળી મળતી હોય રવી પાક લેવા પાણી વાળવા જતાં પણ લાગે છે બીક

ગિરનાર ના જંગલ થી ૪૦ કિ. મી. દૂર રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ભેડા પીપળીયા, રેશમડી ગાલોલ,દેવકી ગલોલ, ખરાચિયા સહિતના ગામોમાં ઇતિહાસ માં પહેલી વાર રેવન્યુ વિસ્તારમાં સિંહ નજરે પડતા ખેડૂતો માં ભયનો માહોલ જોવા મળ્યો છે, થોડા સમય પહેલાં સડક પીપળિયા નજીક પણ બે, ત્રણ સાવજ દેખાયા અને મારણ કર્યાના અહેવાલો સાંપડ્યા હતા એવામાં ભેડા પીપળિયા નજીક એક સાથે છથી સાત સાવજે મુકામ કર્યાના અને મારણ કર્યાની વિગતો મળતાં સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

ચાર દિવસ પહેલા ભેડા પીપળીયા ગામના પાદરમાં જ આવેલા એક ખેડૂતના ફળીયામાં રાત્રે બે વાગ્યે એક વાછરડીનું મારણ કરી મિજબાની માણી હતી. ત્યારથી ખેડૂતો અને ગ્રામજનો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. એટલું જ નહીં ગઇ કાલે રાત્રે કાનજી ભાઈ કોઠીયાની વાડીએ બળદનું મારણ કર્યુ હતુ. આ અંગે વન તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતાં લોકોમાં કચવાટ ફેલાયો છે. હવે તો પરિસ્થિતિ એવી બની છે કે રાતે તો ઠીક, દિવસના ભાગે પણ લોકોને વાડી એ જતા ડર લાગે છે.

એક બાજુ રવી પાકનું વાવેતર કરી રહેલા ખેડૂત મિત્રોને રાત્રિ ની લાઈટ હોવાથી પોતાના પાકને બચાવવા ખેડૂતો જીવ ના જોખમે રાત્રે પાણી વાળવા જવું પડે છે. ત્યારે ગામના જાગૃત ખેડૂત વિઠ્ઠલ ભાઈ દોંગા, નિલેશ ભાઈ જોશી તેમજ ગામના આગેવાન સરપંચ છગન ભાઈ સોંદરવા, મંડળીના પ્રમુખ જેન્તી ભાઈ કરમતા તથા તાલુકાના યુવા આગેવાન સુરેશ ભાઈ ક્યાડાએ ફોરેસ્ટ વિભાગ અને ગુજરાત સરકા ને આ સિંહ ટોળી ગમે ત્યારે માણસો પર હુમલો કરે તે પહેલાં યોગ્ય પગલાં ભરવા ખૂબ જરૂરી છે તેવી માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...