તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ:રાજકોટમાં રસ્તાના કામની મુલાકાતમાં મેયરનું ફોટોસેશન, ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા, કેટલાકે દાઢી પર માસ્ક લટકાવ્યા

રાજકોટ3 મહિનો પહેલા
ભાજપનું ફોટોસેશન કેટલું ભારે પડી શકે તે આવનારો સમય જ બતાવશે.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં ત્રીજી લહેરની સંપૂર્ણ તૈયારી બતાવીને લોકોને સાવચેત રહેવાનું કહી રહ્યા છે

કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે અને ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે રાજકીય પક્ષો જ પોતાના કાર્યક્રમો યોજી સરકારની ગાઈડલાઈનનો ઉલાળિયો કરી રહ્યા છે. ત્યારે રાજકોટના વોર્ડ નં.21માં સિમેન્ટ રોડના કામની મુલાકાતે પહોંચેલા મેયર ડો.પ્રદીપ ડવે ભાજપના નેતાઓ સાથે ફોટોસેશન કરી સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કર્યો હતો. ભાજપના નેતાઓને સરકારની ગાઈડલાઇન લાગુ પડતી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શું પોલીસ આની સામે કોઇ પગલા લેશે કે ગાઈડલાઈનનો ભંગ કરી દંડ માત્ર સામાન્ય લોકોને જ ભરવાનો છે? તેવો સવાલ ઉઠ્યો છે.

સ્થાનિક નેતાઓ કોઈ પણ નિયમ પાળવામાં માનતા જ નથી
એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં ત્રીજી લહેરની સંપૂર્ણ તૈયારી બતાવી અને લોકોને સાવચેત રહેવાનું કહી રહ્યા છે. પરંતુ સ્થાનિક નેતાઓ કોઈ પણ નિયમ પાળવામાં માનતા જ નથી. આ પહેલા પણ ચૂંટણી પછી કોરોનાએ જેટ ગતિ પકડી હતી. ફરી જો આ રીતના દ્રશ્યો સામે આવશે તો પ્રજાનું શું? એક તરફ પ્રજા માટે આકરા નિયમો લાદવામાં આવે છે અને બીજી તરફ નિયમો બનાવનાર નિયમોનો ઉલાળિયો કરે છે. ત્યારે પોલીસ તંત્ર આ બધો તમાશો જોઇ રહી છે.

ભાજપના નેતાઓને કોરોનાનો ડર જ ન હોય તેમ ફોટો પડાવ્યા.
ભાજપના નેતાઓને કોરોનાનો ડર જ ન હોય તેમ ફોટો પડાવ્યા.

રાજકોટ ભાજપ શહેર પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યાં
રસ્તાના કામની મુલાકાત માટે મેયર ડો.પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી નેતા નીતિન ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ સહિત મોટી સંખ્યામાં કોર્પોરેટરો અને કાર્યકરો હાજર રહ્યાં હતા. જેમાં કેટલાકે તો સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે દાઢીએ માસ્ક લટકાવેલા જોવા મળ્યા હતા.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ દાઢી પર માસ્ક લટકાવ્યું.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ દાઢી પર માસ્ક લટકાવ્યું.
સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ.
સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ.
અન્ય સમાચારો પણ છે...