કૃષિ:બે દિવસ બાદ યાર્ડમાં તલની આવક શરૂ કરવામાં આવી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેડી યાર્ડમાં બધી જણસીની આવક શરૂ કરી દેવામાં આવી છે. જેને કારણે કેટલાક વિભાગમાં જણસીની આવક વધી ગઈ છે. બે દિવસ આવક બંધ રહ્યા બાદ હવે બુધવાર તલની આવક શરૂ કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને 2500 થી લઈને રૂ. 3000 સુધીના ભાવ મળ્યા હતા. આ અંગેનું કારણ આપતા યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણી જણાવે છે કે, આ બધી જણસીની આવક વધુ હોય છે. જો તેમાં રજિસ્ટ્રેશન સિસ્ટમ રાખવામાં ન આવે તો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ નહીં. તેને કારણે હાલ પૂરતી આ જણસીમાં રજિસ્ટ્રેશન સિસ્ટમ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...