ભાસ્કર વિશેષ:ભારે વરસાદને કારણે તલના પાકને નુકસાન, ભાવમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, એક મણનો ભાવ 3500એ પહોંચે તેવી સંભાવના

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ યાર્ડમાં સફેદ તલની આવક 1200 ક્વિન્ટલ થઈ, ભાવે રૂ. 3200ની સપાટી કુદાવી

બેડી યાર્ડમાં શુક્રવારે સફેદ તલની આવક 1200 ક્વિન્ટલ થઇ હતી અને એક મણનો ભાવ રૂ. 2300 થી 3222 સુધી પહોંચ્યો હતો. ખેડૂત-વેપારીઓના જણાવ્યાનુસાર ભારે વરસાદને કારણે તલના પાકને નુકસાન ગયું છે. ગુજરાતમાં સામાન્ય રીતે 50 હજાર ટનનું ઉત્પાદન થતું હોય છે પરંતુ આ વખતે 25 હજાર ટન જ પાક આવ્યો છે તો દેશમાં 1.00 લાખ ટન પાકનો ખાંચો રહે તેવી સંભાવના છે.

માત્ર 20 ટકા જ સારી ગુણવત્તાવાળો પાક આવશે. બાકીના પાકમાં નુકસાન રહે તેવી સંભાવના છે. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે, કાળા તલ કરતા સફેદ તલનો ભાવ વધારે બોલાઈ રહ્યો છે. શુક્રવારે કાળા તલની આવક 285 ક્વિન્ટલ અને તેનો ભાવ રૂ. 2475 થી 2775 સુધી બોલાયો છે.તલનો પાક 3500એ પહોંચે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

તલના આયાત-નિકાસ, વેપાર, ઉનાળુ વાવેતરની પરિસ્થિતિને આ રીતે સમજો
એક્સપર્ટ વ્યૂ - સુરેશભાઈ ચંદારાણા

આયાત- નિકાસ -સૌરાષ્ટ્રમાં જે તલનું વાવેતર થાય છે તેની ડિમાન્ડ ચીનમાં સૌથી વધારે છે. ભારતમાંથી હર્લ્ડ તલ છે એની નિકાસમાં કોઇ અસર નહીં પડે. કારણ કે આ તલ મોટેભાગે બેકરી પ્રોડક્ટ માટે યૂઝ થાય છે. જો કે યુરોપ, કેનેડા, યુએસએ જેવા દેશો ઊંચા ભાવ ચૂકવીને પણ તલની ખરીદી કરે છે. નેચરલ તલની નિકાસ માટે આફ્રિકા આગળ છે.

વાવેતર -સારા ભાવ મળવાને કારણે હવે સૌરાષ્ટ્રમાં ઉનાળુ તલનું વાવેતર વધશે. આની આવક મે મહિનામાં આવશે. તલના પાકને 30 ઈંચ વરસાદની જરૂર હોય છે. કેટલાક સમયથી વરસાદની પેટર્ન ચેન્જ થવાને કારણે સરેરાશ 35 ઈંચથી વધુ વરસાદ પડે છે. ઉનાળુ તલમાં 2.50 લાખ ટન અંદાજ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ખેડૂતે ઉનાળુ તલનું વાવેતર જ કરવું જોઈએ.

સ્થાનિક-ચીકી વેપાર -શિયાળામાં તલની ડિમાન્ડ ચીકી માટે વધારે રહેતી હોય છે. આ વખતે તલના ભાવ ઊંચા જવાને કારણે ચીકીના ભાવમાં વધારો થઈ શકે છે. આ ભાવ વધારો દરેક વર્ગને પોષાય ન શકે. આથી તેઓ નીચા ભાવના તલ- ચીકીની ખરીદી કરશે. ડિસેમ્બર સુધી તલની ડિમાન્ડ રહેશે. ત્યારબાદ તલની ડિમાન્ડ ઘટી જાશે. મે મહિનામાં ઉનાળુ તલની આવક વધશે.

અન્ય સમાચારો પણ છે...