તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકાર્ય:સમરસ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સારવારની સાથે સેવા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવાર સાથે વીડિયોકોલમાં વાતચીત - Divya Bhaskar
પરિવાર સાથે વીડિયોકોલમાં વાતચીત

રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યું છે. અહીં દર્દીઓની સારવારની સાથે મેડિકલ સ્ટાફ સેવા પણ કરી રહ્યો છે. મોટી ઉંમરના દર્દીઓને તેનું દર્દ ભુલાવવા માટે ભજન ગાઇ છે તો જે કોઈ અશક્ત છે તેને માથું ઓળી આપે છે, તો પોતાના હાથે જમાડે પણ છે.

ડિસ્ચાર્જ થતાં મહિલાએ ભજન ગાઈને તબીબોનો આભાર માન્યો સ્ટાફે ભજન ગાયા
કોવિડ કેર સેન્ટરમાં હળવાશ સમયે દર્દી સાથે બેસીને ભજન ગાઇ છે તો કોઈ અલગ અલગ રમત રમે છે. દર્દીઓ સાથે તબીબો વૈષ્ણવજન તો તેને કહીએ રે જે પીડ પરાઈ જાણે રે.. ભજન ગાઈને દર્દીને હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો.

વૃદ્ધાને વાળ પણ ઓળાવી દીધા
દર્દીઓને તેના ઘરના નિત્યક્રમ જળવાઈ તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. એક વૃદ્ધા પોતાના વાળ ઓળાવા માટે અશક્ત હતા તો મેડિકલ સ્ટાફના એક મહિલાએ તેને વાળ ઓળી આપ્યા હતા.

દર્દી ન જમે તો તેને તબીબો સમજાવે
​​​​​​​દર્દી ક્યારેક જમવાનું ભાવતું નથી કે જમવાની ઈચ્છા નથી એવા બહાના ધરે છે. ત્યારે મીઠો ગુસ્સો પણ કરે છે કે, જો નહીં જમો તો સાજા નહીં થાવ. જે અશક્ત છે તેને પોતાના હાથે પણ જમાડે છે.

પરિવાર સાથે વીડિયોકોલમાં વાતચીત
સમરસ હોસ્ટેલમાં દાખલ દર્દીને તેના પરિવારજનોની ચિંતા હોય છે. આ ચિંતા દૂર કરવામાં તબીબો મદદરૂપ બને છે. દર્દી પોતાના પરિવાર સાથે નિયમિત વીડિયોકોલ કરે છે. પરિવાર સાથે વાતચીત કરતી વેળાએ દર્દી કહે છે કે, ચિંતા ન કરતા અમે જલ્દી સાજા થઇ જઇશું.

અન્ય સમાચારો પણ છે...