તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરૂરિયાતમંદને મદદ:કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ઘરે જઈને નિઃશુલ્ક શિક્ષણ આપતા સેવાભાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતમંદ 31 બાળકને આપશે શિક્ષણ, બાળકોને ટાઈમટેબલ ગોઠવી આપે છે

રાજકોટમાં સમાજસેવક વિરલ જાનીએ 31 બાળકને નિઃશુલ્ક શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી 17 બાળકને શિક્ષણ આપવાનું શરૂ કરી દીધું છે. કોરોનામાં માતા કે પિતા ગુમાવનાર આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું તેમજ બાળકોને 12 ચોપડા(બુક) આપી મદદ પણ કરે છે.

શહેરના 31 બાળકને નિઃશુલ્ક શિક્ષણ આપવા માટે લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં દરેક બાળકને એકવાર ઘરે જઈ 3થી 4 કલાક શિક્ષણ આપે છે અને ત્યારબાદ આગામી અઠવાડિયાનું ટાઈમ ટેબલ તૈયાર કરે છે. જેમાં ઘડિયા, પુસ્તકનું જ્ઞાન, તેમજ થોડી હળવાશ માટે ચિત્ર દોરવું વગેરે બાબતનું ટાઈમટેબલ બનાવે છે અને ટાઈમટેબલનું દૈનિક ફોન કરી ફોલોઅપ પણ લે છે. આગામી અઠવાડિયે જે-તે જ બાળકની ઘરે જઈને ફરી શિક્ષણ આપે છે.

અત્યાર સુધી માતા કે પિતા ગુમાવનારા 31 બાળક સુધી 12 ચોપડાના બુકનો સેટ પહોંચાડ્યા છે. જો તેમના ભાઈ કે બહેનો હોય તો તેમને પણ 6 બુકનો સેટ આપે છે. જેનું કોઈ નથી તેનો સહારો બનવાનું નક્કી કર્યુ. ભાંગેલા પરિવારને માનસિક સાંત્વના આપી આગળ વધારવા માટેનો ઉદ્દેશ છે.

હજુ આરોગ્યક્ષેત્રે પણ લોકો માટે કામગીરી કરવી છે
29 જુલાઈથી શિક્ષણના કાર્યથી શરૂ કર્યું, 21 ઓગસ્ટથી આરોગ્ય ક્ષેત્રે લોકો માટે કામગીરી કરવી હતી જે હવે થોડા દિવસો બાદ કરીશ. હાલમાં 31 બાળકને શિક્ષણ આપી તેમનું જીવનધોરણ સુધારી સેવા કરવી છે મને મારા પરિવારનો પણ સપોર્ટ છે. - વિરલ જાની, સમાજસેવક

પતિના મૃત્યુબાદ સાસરિયાના ત્રાસથી માતાના ઘરે આવ્યા
પતિના મૃત્યુબાદ સાસરીવાળાના ત્રાસના કારણે હું અને મારા બંને દીકરા મારા માતાના ઘરે આવી ગયા. મારા દીકરાને રાજકોટમાં અન્ય શાળામાં એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટની આવશ્યક્તા છે પરંતુ સાસરીવાળા ડોક્યુમેન્ટ આપવાનો ઈનકાર કરે છે. વિરલભાઈ ન્યાય અપાવવા અમને મદદ કરે છે. - પારૂલબેન, બાળકોના માતા

અન્ય સમાચારો પણ છે...