તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરજ પૂરી તો વૈદ્ય વેરી:સેવા સંસ્થાઓને સિલિન્ડર રીફિલ કરી દેવા પર મનાઈ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સેવા કરનારા પર પ્રતિબંધ
  • બેડ ખાલી છે એટલે હોમ આઈસોલેશનમાં ઓક્સિજનની જરૂર નથી : જિલ્લા કલેક્ટર

રાજકોટમાં કોરોનાના કેસ અચાનકથી વધતા સરકારી કે ખાનગી હોસ્પિટલ ક્યાંય પણ બેડ મળતા ન હતા આવા સમયે લોકો મજબૂર થઈને ઘરે જ ઓક્સિજનની સારવાર કરવા મજબૂર બન્યા હતા. ઓક્સિજન પણ ન મળતા સેવાકીય સંસ્થાઓ તેમના વહારે આવી હતી અને પ્રાણવાયુ પૂરા પાડ્યા હતા જ્યારે તંત્ર આ વ્યવસ્થામાં સાવ નિષ્ફળ રહ્યું હતું. જોકે હવે આ સંસ્થાઓ તેમજ અન્ય લોકોને સિલિન્ડર ભરવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે કારણ કે, હવે સ્થિતિ સુધરવા લાગી છે.

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન જણાવે છે કે, હવે બેડ ઉપલબ્ધ થવા લાગ્યા છે એટલે લોકોને ઘરે રહીને સારવાર કરવાની જરૂર નથી. આવા સમયે ઓક્સિજનના સિલિન્ડર ઘરે પહોંચાડવા કરતા દર્દીઓને હોસ્પિટલ મોકલવા વધુ યોગ્ય છે તેથી સિલિન્ડરના રીફિલ પર મનાઈ ફરમાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...