તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:રાજકોટના ઝૂમાં સિંહણને સાપ કરડતા હાલત ગંભીર, કોમામાં સરી પડતા બાટલા ચઢાવાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં ઋત્વી નામની 3.5 વર્ષની સિંહણને સાપે દંશ મારતા હાલત ગંભીર બની છે અને હાલ કોમામાં સરી પડતા બાટલા ચઢાવાયા છે. ઝૂ સુપરિન્ટેન્ડેન્ટ ડો. હિરપરા જણાવે છે કે, ‘આજે વહેલી સવારે ઝૂના કર્મચારીઓ રાઉન્ડમાં હતા ત્યારે સિંહણ સૂતી હતી સામાન્ય રીતે આ સમયે ઠંડક હોવાથી તે હલન ચલન કરતી હોય છે. તેમજ ગઈકાલ સુધી સ્વસ્થ જ હતી એટલે બીમારી પણ ન હોવાથી આ રીતે પડી રહેતા તુરંત જ તપાસ કરી હતી.

જેમાં સિંહણ બેશુદ્ધ હતી અને પૂંછડીના ભાગમાં સોજો જોવા મળ્યો હતો. આ તમામ લક્ષણો જોતા સાપે દંશ દીધો હોવાનું પુરવાર થાય છે. સીસીટીવી કે રાત્રે કોઇએ નજરે જોયું નથી ક્યારે બનાવ બન્યો છે.’ સિંહણની ઉંમર 3.5 વર્ષની છે અને તેને બચ્ચાં નથી તેની સારવાર માટે ડો. હિરપરા ઉપરાંત ડો.પટેલ અને ડો. જાકાસણિયા સહિતના તબીબો તેમજ અન્ય સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...