તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકાદો:રાજકોટમાં 6 વર્ષ પહેલા 35 હજારની ઉઘરાણીમાં યુવાનની છરીના ઘા મારી હત્યા કરાઇ'તી, કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે.
  • મૃતક યુવાને આરોપીને 35 હજાર ઉછીના આપ્યા હતા અને વારંવાર ઉઘરાણી કરતો હતો

રાજકોટના સાંગણવા ચોકમાં 6 વર્ષ પહેલા 35 હજારની ઉઘરાણીમાં યાસિન અલી નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે બે આરોપી રાજેશ અને સંજયને પકડી પાડ્યા હતા. આજે અધિક સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા જજ ડી.એ. વોરાએ બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ઓરલ ડી.ડી.નો પુરાવો માન્ય રાખીને કોર્ટે સજા ફટકારી છે. મૃતકે આરોપીઓના નામો તેના ફરિયાગી ભાઇ અને મિત્રોને આપેલા તેનો પુરાવો સરકારી વકીલે કોર્ટમાં રજૂ કર્યો હતો.

પોલીસે બંને આરોપીને પકડી જેલહવાલે કર્યા હતા
શહેરના સાંગણવા ચોક પાસે આવેલી ધનરાજ હોટલવાળી શેરીમાં 6 વર્ષ પહેલા યાસીન અલી જલવાણી નામના યુવાનને રાજેશ ઉર્ફે મિતેન અને સંજય ઉર્ફે બબલુ રાજપુતે ઉઘરાણીના મામલે બોલાવ્યો હતો. પરંતુ મામલો બિચકતા રાજેશ અને સંજયે યાસીનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને બંનેને જેલ હવાલે કર્યા હતા.

મૃતક યાસિન અલીએ આરોપી રાજેશને રૂ. 35 હજાર ઉછીના આપ્યા હતા
મૃતક યાસિન અલીએ આરોપી રાજેશને રૂ. 35 હજાર ઉછીના આપ્યા હતા. આથી યાસીન વારંવાર ઉઘરાણી કરતો હતો. આરોપીઓએ તેને સાંગણવા ચોકમાં બોલાવીને છરીના ઘા મારીને હત્યા કરી હતી. આરોપી રાજેશ છરીના ઘા મારી રહ્યો હતો ત્યારે અન્ય આરોપી સંજયે મૃતકને પકડી રાખ્યો હતો. ત્યારબાદ લોહીલૂહાણ હાલતમાં મરનારે તેના ભાઇ આરીફ અલી જલવાણીને ફોન કરતાં આસીફ અને તેનો મિત્ર રમેશ બાલાસરા ઘટના સ્થળે દોડી ગયા હતાં અને તેને તાત્કાલિક વોકહાર્ટ હોસ્પિટલે લઇ જતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વકીલે 40 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા
આ બનાવ અંગે એ ડિવીઝન પોલીસે ફરિયાદી આરીફ અલીની ફરિયાદ નોંધીને રાજેશ અને સંજયની ધરપકડ કરીને જેલહવાલે કર્યા હતા. આ કેસ ચાલવા ઉપર આવતાં સરકારી વકીલ આબીદભાઇ સોશને 40 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા અને 22 જેટલાં સાહેદોને તપાસ્યા હતા. વધુમાં સરકારી વકીલ સાબીદ શોસને રજૂ કર્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ ઓરલ ડી.ડી.નો પ્રાયમા ફેસી કેસ છે.

સરકારી વકીલે પુરાવો રજૂ કર્યા હતા
બનાવ બાદ મરનારને તેના ભાઇને ફોન કરીને આરોપી રાજેશને તેની છરી મારી હોવાનું જણાવ્યું છે તેમજ બીજા આરોપી સંજયે ગુનામાં મદદગારી કર્યાનું સ્પષ્ટ જણાવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલે લઇ જતી વખતે રસ્તામાં પણ મરનારે ઉપરોક્ત બંને આરોપીઓના નામો આપ્યા છે. જેમાં આરોપીઓની સ્પષ્ટ સંડોવણી પુરવાર થાય છે. સરકારી વકીલે ઓરલ ડી.ડી.નો પુરાવો તેમજ રજૂ થયેલા અન્ય આધારોને સાબિત માનીને આરોપીઓને સજા કરવા દલિલો કરતાં એડી. સેશન્સ જજ ડી. એ. વોરાએ બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.