શપથવિધિ પહેલા જશ્ન:'નો રિપીટ થિયરી'માં સિનિયરો કપાયા, રાજકોટમાં MLA રૈયાણીને મંત્રીમંડળમાં સ્થાન, કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કાયર્કરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચીને શપથવિધિ પહેલા જ જીતનો જશ્ન મનાવ્યો - Divya Bhaskar
કાયર્કરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચીને શપથવિધિ પહેલા જ જીતનો જશ્ન મનાવ્યો
 • MLA અરવિંદ રૈયાણીની મહત્વાકાંક્ષા છતિ થઈ

ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. ત્યારે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ યોજાશે. એ પૂર્વે રાજકોટના MLA રૈયાણીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ અંગે તેમણે દિવ્યભાસ્કર સાથે વાત કરતા પુષ્ટિ કરી છે કે તેમને આજે યોજનારે શપથવિધિમાં ચોક્કસ પણે મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. હાલ રાજકોટમાં આ સમાચાર મળતા MLA અરવિંદ રૈયાણીના પરિવારજનો અને કાયર્કરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચીને શપથવિધિ પહેલા જ જીતનો જશ્ન મનાવ્યો હતો. આ જશ્નથી MLA અરવિંદ રૈયાણીની મહત્વાકાંક્ષા છતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે ભાજપની 'નો રિપીટ થિયરી'માં અનેક સિનિયર ધારાસભ્યોના નામ આ લિસ્ટ માંથી કપાયા છે.

રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી (ફાઈલ તસવીર)
રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી (ફાઈલ તસવીર)

પિતા ગોરધનભાઈ રૈયાણી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા
અરવિંદભાઈ ગોરધનભાઈ રૈયાણીનો જન્મ 1 એપ્રીલ, 1978ના રોજ થયો હતો. તેમના પિતા ગોરધનભાઈ રૈયાણી કે જેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે. તેથી ધો. 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ અરવિંદભાઈ યુવા વયેથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ ગયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ ભુતકાળમાં સાંભળી હતી.

કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો
કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો

વિધાનસભા-68 ના ધારાસભ્ય છે અરવિંદભાઈ રૈયાણી
અરવિંદભાઈ રૈયાણીએ એક ટર્મ સુધી શહેર યુવા ભાજપના મંત્રી અને યુવા પ્રમુખ તરીકે જવાબદારી સાંભળી હતી. તેઓ 2010થી કોર્પોરેટર તરીકે ચુંટાઈ આવ્યા હતા. જેમાં કોર્પોરેશનની બાંધકામ સમિતિના ચેરમેન પડે તેમની બે વખત નિમણુંક થઈ હતી અને તેઓ શાસક પક્ષના દંડક તરીકે પણ જવાબદારી સંભાળી ચુકયા છે. હાલમાં રાજકોટ પૂર્વ (વિધાનસભા-૬૮) ના ધારાસભ્ય છે.

કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી
કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી

આ ધારાસભ્યોને પણ ફોન કરવામાં આવ્યા
શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે.આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું.​​​​​​​

નવી સરકારના સંભવિત મંત્રીઓ

 • રાજ્ય સરકારમાં સંભવિત મંત્રીમંડળ
 • ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ,
 • પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ
 • મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી
 • મંત્રીંમડળમાં શપથ માટે અરવિંદ રયાણી
 • લીંબડીના ધારાસભ્ય કીરીટસિંહ રાણા
 • વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ
 • કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા
 • મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા
 • ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ
 • કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી
 • મહુવાના ધારસભ્ય આર.સી.મકવાણા
 • જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ
 • ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી
 • વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ
 • કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ
 • ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા
 • નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને ફોન આવ્યો
 • પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ફોન આવ્યો
અન્ય સમાચારો પણ છે...