તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રાજકોટમાં કોરોના વેક્સિન મૂકવા સિનિયર સિટીઝનો ઉમટી પડ્યાં, તબીબોને પ્રથમ ડોઝમાં જ નોંધપાત્ર એન્ટીબોડી આવ્યું

રાજકોટ5 મહિનો પહેલા
કોરોના વેક્સિન મૂકાવા સિનિયર સિટીઝનોની પડાપડી.
  • રાજકોટમાં એક મહિનામાં સિનિયર સિટીઝનોનું રસીકરણ પુરું કરવામાં આવશે

રાજકોટમાં હાલ કોરોના વેક્સિનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં સિનિયર સિટીઝનો હોંશે હોંશે કોરોના વેક્સિન મૂકાવી રહ્યાં છે. યુવાનોને પાછળ રાખી તે પ્રકારે સિનિયર સિટીઝનો રસી મૂકાવા માટે ઉમટી રહ્યાં છે. રાજકોટ મનપા દ્વારા ઝોનલ ઓફિસે સિનિયર સિટીઝનો કોરોના વેક્સિન મૂકાવા માટે ઉમટી પડ્યા છે. બીજી તરફ એક તબીબને પ્રથમ ડોઝમાં નોંધપાત્રા એન્ટીબોડી આવ્યાનું સામે આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના તબીબને એન્ટીબોડી આવ્યું
શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.ઉમેદ પટેલે વેક્સિનનો એક ડોઝ લીધો હતો. બાદમાં ટેસ્ટ કરાવાતા એન્ટીબોડી આવ્યું હતું. જો કે કોરોનાથી સંપૂર્ણ સુરક્ષિત થવા ફરજીયાત રીતે બે ડોઝ લેવા પર તબીબો ભાર મૂકે છે. વોકહાર્ટ હોસ્પિટલના ડો.ચિરાગ માત્રાવડીયાએ 16 ફેબ્રુઆરીએ પ્રથમ દિવસે રસી લીધી હતી. તેમણે પણ 1 માર્ચે ટેસ્ટ કરાવતા ક્વોન્ટીટિવ એન્ટીબોડી 15થી વધુ હોવું જોઈએ તેની સામે 260 જ્યારે આઈજીજી સ્પાઈક પ્રોટીન એચનું પ્રમાણ 188 આવ્યું હતું. આથી જરૂરી કરતા ઘણું જ વધારે હતું. આ ઉપરાંત અન્ય તબીબો કે જેઓ એન્ટીબોડી કરાવે છે તેમને પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યાં છે જે સારી બાબત કહેવાય તેવું તબીબોનું કહેવું છે.

રાજકોટમાં કોરોના વેક્સિન લેવા માટે સિનિયર સિટીઝનોની લાઇન
રાજકોટમાં કોરોના વેક્સિન લેવા માટે સિનિયર સિટીઝનોની લાઇન

વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી
સિવિલ હોસ્પલિટલના તબીબ ડો.પંકજ બુચે જણાવ્યું હતું કે, આ વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી. પરંતુ બાળકોને જેમ વિવિધ રસી અપાય ત્યારે સામાન્ય તાવ, માથુ દુખવા જેવા લક્ષણો હોય છે તે દરેક પ્રકારની રસી મુકાવીએ ત્યારે થતા હોય છે. કોઈ પણ વ્યક્તિને કોરોના થયો હોય તેમને શરીરમાં એન્ટીબોડી આવી જતું હોય છે.

હજુ સુધી વેક્સિનની આડ અસર જોવા મળી નથી.
હજુ સુધી વેક્સિનની આડ અસર જોવા મળી નથી.

પ્લાઝમાના દાનથી 620 દર્દીઓને સારવાર અપાઇ
સિવિલના ડો.કૃપાલ પુજારાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આવા સાજા થયેલા દર્દીમાં સાતેક મહિના પછી પણ એન્ટીબોડી પુરતા પ્રમાણમાં જોવા મળ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં આવા દર્દીઓએ કરેલા પ્લાઝમાના દાનથી 620 દર્દીઓને સારવાર અપાય છે. વેક્સિન લેવાથી જે એન્ટીબોડી આવે છે તે શરીરનું કોરોનાથી રક્ષણ કરશે. જોકે તે વ્યક્તિનું પ્લાઝમા અન્ય દર્દીને ચડાવાતું નથી.

1 મહિનામાં સિનિયર સિટીઝનોનું વેક્સિનેશન પુરૂ કરાશે.
1 મહિનામાં સિનિયર સિટીઝનોનું વેક્સિનેશન પુરૂ કરાશે.

એક મહિનામાં સિનિયર સિટીઝનોને રસી આપી દેવાશે
શહેરમાં અગાઉ 21 હજારથી વધુ હેલ્થ વર્કર, કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સીન અપાઇ છે અને ગત ત્રણ દિવસમાં જ 60 વર્ષથી વધુ ઉંમરના આશરે 10 હજારથી વધુ સિનિયર સિટીઝનોને વેક્સિન અપાય છે. એક મહિનામાં 60થી મોટી વયના લોકોનું રસીકરણ પૂરૂ થઈ જશે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે મનપાના કેન્દ્રોમાં આ વેક્સિન હવે સ્થળ ઉપર જ નોંધણી કરીને તદ્દન વિનામૂલ્યે અપાય છે. જ્યારે પ્રાઈવેટ હોસ્પિટલોમાં આ માટે રૂ.250નો ચાર્જ લેવા સરકારે છૂટ આપી છે. જો કે 50 વર્ષથી મોટી વયના ઘણા લોકો રસી લેવા ઈચ્છે છે પરંતુ આ માટે હજુ સરકારે નિર્ણય લીધો નથી.

અન્ય સમાચારો પણ છે...