તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:રાજકોટ રેલવેએ 103.64 ટન લિક્વીડ મેડિકલ ઓક્સિજન ભરેલા 5 ટેન્કર સાથે ટ્રેન દિલ્હી રવાના કરી

રાજકોટ15 દિવસ પહેલા
હાપા સ્ટેશનથી ટ્રેન રવાના કરાઇ.
  • આ ટેન્કર ટ્રેન મારફત જામનગર રિલાયન્સ રિફાઇનરીમાંથી રવાના કરવામાં આવ્યા

રાજકોટ રેલવે મંડળ દ્વારા હાપા ગુડ્સ શેડથી દિલ્હી કૈંટ માટે આજે 5 ઓક્સિજન ટેન્કર માલગાડીમાં સવારે 4.40 વાગ્યે રવાના કરવામાં આવી છે. આ ઓક્સિજન ટેન્કરમાં કુલ 103.64 ટન લિક્વીડ મેડિલ ઓક્સિજન ભરવામાં આવ્યો છે. આ ટેન્કર જામનગર રિલાયન્સ રિફાઇનરીમાંથી રવાના કરવામાં આવ્યા છે. આ ટ્રેન 1230 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી પહોંચશે. આ ઓક્સિજનની સપ્લાય દિલ્હી અને આસપાસની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ઉપયોગમાં લેવામાં આવશે.

ગઇકાલે હરિયાણાના ગુરુગ્રામ માટે ચાર ઓક્સિજન ટેન્કર સાથે ટ્રેન મોકલાઇ હતી
ભારતીય રેલવે લિક્વિડ મેડિકલ ઓક્સિજનના ઝડપી પરિવહન દ્વારા કોવિડ મહામારીના ઉપચાર માટે મિશન મોડમાં ઓક્સિજનની ઉપલબ્ધતાની ખાતરી કરી રહ્યું છે. આના માધ્યમથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોના ઓપરેશન દ્વારા કોવિડ-19 દર્દીઓ માટે દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાત મુજબ મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તે જ દિશામાં, પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ રાજ્યોમાં જીવન-રક્ષક ઓક્સિજનના પરિવહનની સાથે સાથે કોવિડ-19 સામે સંયુક્ત સંઘર્ષને શક્તિ પ્રદાન કરવા માટે ગુજરાતના હાપાથી હરિયાણાના ગુરુગ્રામ સુધી લિક્વિડ મેડિકલ ઓક્સિજનથી ભરેલી ઓક્સિજન એક્સપ્રેસ સંચાલિત કરવામાં આવી હતી.

પાંચ ટેન્કર સાથે ટ્રેન રવાના કરાઇ હતી.
પાંચ ટેન્કર સાથે ટ્રેન રવાના કરાઇ હતી.

આજે સવારે ટ્રેન હરિયાણાના ગુરૂગ્રામ પહોંચી હતી
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝ મુજબ, લિક્વીડ મેડિકલ ઓક્સિજનના ચાર 4 ટેન્કર વાળી એક રો-રો સેવા 3 મે 2021ના રોજ 06:37 વાગ્યે ગુજરાતના હાપાથી રવાના થઈ હતી. જે 4 મે, 2021 ના રોજ સવારે હરિયાણાના ગુરુગ્રામ પહોંચી હતી. આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, મારવાડ જંક્શન, અજમેર, ફાલના, રિંગસ અને રેવારી થઈને ચલાવવામાં આવી રહી છે. લિક્વીડ મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધિ મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રેઇલરોમાં પૂરી પાડવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો