માગ:સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટની ચૂંટણીમાં નોટાનો વિકલ્પ આપવા સેનેટ મેમ્બરે કુલપતિને પત્ર લખ્યો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેનેટ મેમ્બર રાહુલ મહેતાએ કુલપતિને પત્ર લખ્યો. - Divya Bhaskar
સેનેટ મેમ્બર રાહુલ મહેતાએ કુલપતિને પત્ર લખ્યો.
  • યુનિવર્સિટી નવો ચીલો ચાતરીને પથદર્શક બની શકે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યોનું જતન થાય અને પારદર્શિતા જળવાય રહે તે માટે મતદારોને ‘નોટા’નો વિકલ્પ આપવા કુલપતિ નીતિનભાઈ પેથાણીને પત્ર લખી સેનેટ મેમ્બર રાહુલ મહેતાએ પોતાની માગ રજૂ કરી છે.

નોટા મતદારોનો અબાધિત અધિકાર
સેનેટર રાહુલ મહેતાએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગામી સેનેટ ઈલેક્શનમાં હાલ અગાઉ મુજબની જ મતદાનની વ્યવસ્થા રહેલી છે. સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન અનુસાર નોન ઓફ ધ એબોવ (નોટા)નો પ્રયોગ વર્ષ 2013માં સૌ પ્રથમ કરવામાં આવ્યો હતો. નોટા એ મતદારોનો એવો અબાધિત અધિકાર છે જે ઉમેદવારો પ્રત્યે અસંમતિ દર્શાવે છે.

સૌરાષ્ટ્ર યુનિ. નવો ચીલો ચાતરી પથદર્શક બની શકે છે
વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વ વિદ્યાલયોમાં જ્યારે સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને પ્રમાણિક લોકોની સત્તા મંડળમાં જરૂરિયાત છે ત્યારે નોટાનો પ્રયોગ એક અનિવાર્ય આવશ્યકતા છે. નોટાના પ્રયોગથી હાલના વિવાદોમાંથી ઉપર આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક નવો ચીલો ચાતરીને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર માટે પથદર્શક બની શકે તેમ છે. ત્યારે યુનિવર્સિટીની પ્રગતિ માટે, લોકશાહી મૂલ્યોના જતન માટે, પારદર્શિતા માટે, શિક્ષણમાં જ્ઞાન, ચારિત્ર્ય અને એકતાનો માર્ગ મજબૂત કરવા માટે નોટાનો મતદારોને અધિકાર એ આજના સમયની માગ છે.

અન્ય સમાચારો પણ છે...