• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Senate Elections Postponed For The First Time In The History Of Saurashtra Uni, 6 Syndicate Members Including Mehul Rupani Nehal Shukla Will Go Home

વિદ્યાનું ધામ કે રાજકીય અખાડો:સૌરાષ્ટ્ર યુનિ.ના ઇતિહાસમાં પ્રથમ વખત સેનેટની ચૂંટણી મુલતવી, મેહુલ રૂપાણી-નેહલ શુક્લ સહિત 6 સિન્ડિકેટ સભ્યો ઘરભેગા થશે

રાજકોટ4 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • વર્ષોથી અડ્ડો જમાવી બેઠેલા સેનેટ સભ્યોનો આક્ષેપ, 'VCએ ઈરાદાપૂર્વક ચૂંટણી નથી યોજી'
  • સૌરાષ્ટ્ર યુનિ.ની સંપૂર્ણ જવાબદારી પૂર્વ રાજ્ય શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીને સોંપાયાની ચર્ચા

આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ વિદ્યાનું ધામ છે, પરંતુ આજે આ વિદ્યાનું ધામ વિવાદોનું ધામ બની ગયું છે. આજે યુનિવર્સિટીમાં ભાજપના પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવવા માટેનો તકતો ઘડાતો હોય એ રીતે ભાજપનાં જ બે જૂથે સામસામે આવી ખેંચતાણ શરૂ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ કારણસર સેનેટ ચૂંટણી જાહેર કરવામાં વિલંબ થતાં કુલપતિ સામે ભાજપ-કોંગ્રેસના સભ્યોનો મોરચો મંડાયો છે. જો નિયત સમયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ ન થાય તો બંને પક્ષના સભ્યોનું સિન્ડિકેટ પદ જોખમમાં મુકાઇ એતેમ છે, આથી બંને પક્ષના આગેવાનો ધમપછાડા કરી રહ્યા છે.

ચૂંટણી કરવી હિતાવહ નથીઃ કુલપતિ
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા હાઇકોર્ટના એડવોકેટની યુનિવર્સિટી પેનલના લીગલ એડવાઈઝર પાસે માર્ગદર્શન લેવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ 2018, 2019, 2020 અને 2021ની મતદારયાદી રિવાઇઝ કરવામાં નથી આવી, માટે ચૂંટણી કરવી હિતાવહ નથી તેમજ અધ્યાપક મંડળની પણ માગ છે કે મતદારયાદી રિવાઇઝ કર્યા વગર ચૂંટણી ન કરવી જોઇએ. હવે ચૂંટણી કેવી રીતે કરવી એ માટે અધિકારીઓ અને લીગલ અભિપ્રાય મેળવ્યા બાદ ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે.