એજ્યુકેશન:10થી 18 ઓક્ટોબર દરમિયાન શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવાશે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20મીથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પડશે

રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી બાદ સત્રાંત પરીક્ષાઓ શરૂ થવાની છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં સત્રાંત પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ આનંદથી નવરાત્રી મનાવી શકે તે માટે શિક્ષણ બોર્ડે પણ નવરાત્રી બાદ સત્રાંત પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે. 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રી છે ત્યારબાદ 10મી ઓક્ટોબરથી રાજ્યભરની શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે.

કેટલીક ખાનગી શાળાઓએ વિદ્યાર્થીઓ નવરાત્રી માણી શકે તે માટે નવરાત્રી પહેલા પરીક્ષાનું આયોજન કરી લીધું છે. 10મીએ શરૂ થનારી પરીક્ષા 18મી ઓક્ટોબરે પૂર્ણ થશે અને ત્યારબાદ 20મીએ શાળાઓમાં દિવાળી વેકેશન પડશે. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં જ ઉત્તર લખી શકે તે પદ્ધતિથી પરીક્ષા લેવાશે જ્યારે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્તરો લખવા માટે જુદી ઉત્તરવહી આપવામાં આવશે.

સત્રાંત પરીક્ષાથી નવા સત્રનું શાળાકીય કેલેન્ડર
વિગત તારીખ
સત્રાંત પરીક્ષાનો પ્રારંભ 10થી 18 ઓક્ટોબર
દિવાળી વેકેશન 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર (21 દિવસ)
બીજું સત્ર 10 નવેમ્બર-2022થી 30 એપ્રિલ-2023
ઉનાળુ વેકેશન 1 મેથી 4 જૂન દરમિયાન (35 દિવસ)
નવું શૈક્ષણિક સત્ર 5 જૂન 2023થી શરૂ

અન્ય સમાચારો પણ છે...