રજૂઆત:ખાતરમાં ભાવવધારો પરત ખેંચાયા બાદ પણ વધુ ભાવથી વેચાણ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનપીકેના 1185ના બદલે 1470 સુધી ભાવ લેવાતા ખેડૂતોને માર: ખાતરના વધુ ભાવના પુરાવા સાથે CMને રજૂઆત

ખાતરમાં ભાવવધારાને લઈ રાજકારણ ફરી ગરમાયું છે. થોડા દિવસ પહેલા ખાતરના ભાવમાં 265 રૂપિયા ભાવવધારો કરવામાં આવ્યો હતો. ભાવવધારાથી ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળતાં અંતે ભાવવધારો પાછો ખેંચવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત બાદ પણ નવા ભાવથી જ ખાતરનું વેચાણ થતું હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના પાલ આંબલિયાએ ખાતરોના ભાવ એનપીકેના 1185 બદલે 1400થી લઈ 1470 સુધી લેવામાં આવતા હોવાના નક્કર પુરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

એક તરફ વરસાદી તારાજીએ ખેડૂતોના હાલ બે હાલ કરી નાખ્યા છે. તેની વચ્ચે ખાતરમાં ભાવવધારો પરત ખેંચાયા બાદ પણ નવો ભાવ જ લેવામાં આવતાં ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થઈ છે. થોડા દિવસ પહેલા ખાતરના ભાવમાં 265 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો હતો.

ભાવવધારા સામે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેથી અંતે 18 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ભાવવધારો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી અને જૂના ભાવથી જ ખાતરનું વેચાણ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ જાહેરાત બાદ પણ વધારાના ભાવથી ખાતરનું વેચાણ થતું હોવાનો આક્ષેપ થયો છે.

અન્ય સમાચારો પણ છે...