તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવેદન:રાજકોટમાં ફાયર NOCના નિર્ણય અંગે સ્વનિર્ભર શાળા સં. મંડળના પ્રમુખે કહ્યું - NOC માંથી મુક્તિ મળી છે,ફાયર સેફટીના સાધનોમાંથી નહીં

રાજકોટ7 દિવસ પહેલા
આ મુદ્દે અમે લગભગ છ મહિનાથી મહેનત કરી રહ્યા છીએ- ડી.વી. મહેતા
  • ફાયર સેફટીના સાધનો વસાવવાએ દરેક શાળાની નૈતિક જવાબદારી છે

ગુજરાતમાં શાળાઓમાં અનેક વાર ફાયર સેફટીના અભાવે અગ્નિકાંડ સર્જાતા રહે છે ત્યારે આજે CM વિજય રૂપાણીએ નિર્ણય જાહેર કર્યો કે, 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ નિર્દિષ્ટ નિયમાનુસારની ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરીને સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત-રીતે ફાયર NOC જાતે મેળવી શકશે. આ મુદ્દે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ નિવેદન આપતા કહ્યું છે કે, NOC માંથી મુક્તિ મળી છે.

ફાયર સેફટીના સાધનો વસાવવાએ દરેક શાળાની નૈતિક જવાબદારી
વધુમાં ડી.વી. મહેતાએ જણાવ્યું હતું કે, ફાયર સેફટીના સાધનોમાંથી નહીં.ફાયર સેફટીના સાધનો વસાવવાએ દરેક શાળાની નૈતિક જવાબદારી છે. રાજ્ય સરકાર નિર્ણયને અમે સ્વીકાર કરીએ છે.શાળા તરફથી હવે પૂરતી તકેદારી રાખવામાં આવશે.તમામ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે એ શાળાની નૈતિક અને કાયદેસરની ફરજ છે. આ શાળાઓને ફાયરના NOC માંથી મુક્તિ છે પરંતુ એનો મતલબ એ નથી કે એ લોકો એ ફાયરના સાધનોની તકેદારી રાખવાની નથી પરંતુ તમામે તમામ શાળાઓએ ફાયર સેફ્ટીના સાધનો રાખવા આવશ્યક છે. માટે શાળાઓને સાધનો વસાવવામાંથી મુક્તિ નથી માત્ર ફાયર NOCમાંથી મુક્તિ મળી છે.

ગુજરાતમાં કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે
ગુજરાતમાં કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે

બે દિવસ પહેલા 135 શાળાઓના અમે એફિડેવિટ ફાયર ઓફિસરને સુપ્રત કર્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ નિર્ભર શાળા સંચાલક મંડળ એ સુનિશ્ચિત કરે છે કે રાજકોટની તમામે તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવે અને તેમને NOCમળે એ માટે કટિબદ્ધ બને. આ મુદ્દે અમે લગભગ છ મહિનાથી મહેનત કરી રહ્યા છીએ. ત્રણથી ચાર જેટલી મિટિંગ્સ ફાયર ઓફિસર જોડે કરી છે અને વર્કશોપ પણ રાખ્યા છે. અમે બે દિવસ પહેલા 135 શાળાઓના અમે એફિડેવિટ ફાયર ઓફિસરને સુપ્રત કરેલા છે. જે શાળાઓ 9 મીટરથી ઓછી હાઇટ ધરાવતી છે કે ઊંચા બિલ્ડિંગો જે શાળાઓ ધરાવે છે તે પણ ફાયર સેફટી માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. જેમણે સાધન નથી વસાવ્યા તેમને પણ વિનંતી કરીએ છીએ કે ફાયર સેફ્ટીના સાધનો વસાવી લો.

BU પરમીશન ન હોવાથી NOC આપવામાં આવતું નથી
રાજ્યમાં ઘણા કિસ્સાઓમાં ફાયર NOCની તમામ જોગવાઇઓ પૂર્ણ થતી હોવા છતાં બી.યુ. પરમીશન ન હોવાને કારણે ફાયર NOC આપવામાં આવતું નથી. મકાનના વપરાશ પ્રમાણપત્ર એટલે કે બી.યુ. ન મળવાના અન્ય કારણો પણ હોઇ શકે છે.આ સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા નિયામક અગ્નિ શમન સેવાઓને સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફાયર NOC આપવીએ બી.યુ. પરમીશન પૂર્વેની જરૂરિયાત છે. એટલે કે જ્યાં બી.યુ. પરમીશન ન મળી હોય તેવા બિલ્ડિંગો પણ જો ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા કરતાં હોય તો તેમને ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશનનો બાધ રહેશે નહિ.

આ મુદ્દે અમે લગભગ છ મહિનાથી મહેનત કરી રહ્યા છીએ- ડી.વી. મહેતા
આ મુદ્દે અમે લગભગ છ મહિનાથી મહેનત કરી રહ્યા છીએ- ડી.વી. મહેતા

ગુજરાતમાં કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે
ઉલ્લેખનીય છે કે CM રૂપાણીના આ નિર્ણયને પરિણામે વધુ એક ફાયર રિજિયનનો પણ ઉમેરો કરવાનો થશે. હવે રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ છ ફાયર રિજિયન મળી કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે.

અન્ય સમાચારો પણ છે...